શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર શરૂ

શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર શરૂ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે રાજકીય સન્માન સાથે સ્ટેટ ફ્યૂનરલ શરૂ થઈ ગયું છે.જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવી રહ્યા છે. જ્યાં મોદી સહિત વિશ્વના 700થી વધુ નેતાઓ હાજર છે.

ભારતના વડાપ્રધાન મોદી, અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત 217 દેશના પ્રતિનિધિઓ ગઈકાલે રાત્રે, એટલે કે 26 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા હતા. સ્ટેટ ફ્યૂનરલમાં સામેલ થતાં પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવા અંગેની ચર્ચા થઈ હતી.

શિન્ઝો આબેના અંતિમસંસ્કાર ભારતીય સમય અનુસાર, સવારે 10:30 વાગ્યે (જાપાન સમય, બપોરે 2 વાગ્યે) ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં થશે. આ કાર્યક્રમ લગભગ દોઢ કલાક ચાલશે. આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આજે થનારા સ્ટેટ ફ્યૂનરલ પ્રતીકાત્મક છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow