ડેટા સુરક્ષા કાયદો આવે ત્યાં સુધી વૉટ્સએપ યુઝરની સુવિધા ના ઘટાડે

ડેટા સુરક્ષા કાયદો આવે ત્યાં સુધી વૉટ્સએપ યુઝરની સુવિધા ના ઘટાડે

વૉટ્સએપની 2021ની પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ દાખલ અરજી અંગે સુપ્રીમકોર્ટમાં બુધવારે સુનાવણી થઇ. કોર્ટે વૉટ્સએપને નિર્દેશ કર્યો કે તમે કેન્દ્રને આપેલી એફિડેવિટ જાહેર કરો. તેમાં કહેવાયું છે કે જે યુઝર પ્રાઇવસી નીતિ સાથે સંમત ના હોય તેમના ઉપયોગની મર્યાદા નક્કી નહીં કરી શકાય.

આ ઉપરાંત ભારત સરકાર ડેટા પ્રોટેક્શનને લગતો કાયદો લાગુ ના કરે ત્યાં સુધી વોટ્સએપ યુઝર્સની સુવિધા ઘટાડી નહીં શકે. વોટ્સએપ એ પણ જાહેર કરે કે ભારતીય યુઝર્સે 2021ની પ્રાઇવસી નીતિ સ્વીકારવી જરૂરી નથી.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ કે.એમ. જોસેફની વડપણ હેઠળની બંધારણીય બેન્ચે વોટ્સએપને ઓછામાં ઓછા પાંચ અખબારમાં તેની માહિતી બે વાર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ મામલે 11 એપ્રિલે સુનાવણી થશે.

આ બેન્ચ બે વિદ્યાર્થી કર્મણ્યસિંહ સરીન અને શ્રેયા સેઠી દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે. તેમાં વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની ફેસબુક (મેટા) વચ્ચેના કરારને પડકારાયો છે. તેમાં યુઝર્સના કૉલ, ફોટોગ્રાફ, ટેક્સ્ટ, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ પણ શેર કરવાનો ઉલ્લેખ છે, જેને અરજીમાં યુઝર્સની પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણાવાયું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow