શહેરોમાં બેરોજગારી ઘટી, ગામોમાં વધી, હરિયાણા-રાજસ્થાનમાં 28%થી વધારે

શહેરોમાં બેરોજગારી ઘટી, ગામોમાં વધી, હરિયાણા-રાજસ્થાનમાં 28%થી વધારે

દેશમાં ફેબ્રુઆરીમાં બેરોજગારી દર 7.45% રહ્યો હતો જે જાન્યુઆરીમાં 7.14% હતો. મહત્ત્વની વાત એ છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.55%થી ઘટીને 7.93% થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દર 6.45%થી વધીને 7.23% પર પહોંચ્યો છે. બેરોજગારી દર હજુ પણ શહેરમાં જ વધુ છે. CMIEના સરવે અનુસાર દેશમાં સૌથી વધુ બેરોજગારી રાજસ્થાન અને હરિયાણામાં છે. હરિયાણામાં 29.4% તેમજ રાજસ્થાનમાં 28.3% છે. છત્તીસગઢ (0.8%) અને મધ્યપ્રદેશ (2.0%) સૌથી સારી સ્થિતિમાં છે. એક અન્ય રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં ગ્રામીણ મહિલાઓની સ્થિતિ સારી રહી છે. શહેરની મહિલાઓમાં બેરોજગારી દર 27.9% હતો, જ્યારે ગ્રામીણ મહિલાઓમાં તે માત્ર 4.5% નોંધાયો હતો.

કેન્દ્ર અને રાજ્યમાં સરકારી નિયુક્તિઓ 1 વર્ષમાં 8% ઘટી, રાજ્યોમાં ભરતી કોવિડ પહેલાથી પણ ઓછી

  • કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના NPS ડેટા અનુસાર વર્ષ 2022માં કુલ 5,65,500 નવા સબસ્ક્રાઇબર્સ જોડાયા હતા. આ સંખ્યા 2021ની તુલનાએ 8% ઓછી છે.
  • કેન્દ્ર સરકાર તરફથી કુલ 1.18 લાખ નવા સબસ્ક્રાઇબર એનપીએસથી જોડાયા. તેમાં 65.2% લોકો 18થી 28 વર્ષની વચ્ચેના છે. 2021માં સરેરાશ 67.8% હતી.
  • રાજ્ય સરકારો તરફથી કુલ 4,47,480 નવા સબસ્ક્રાઇબર્સ જોડાયા. તેમાં 33% જ 18થી 28 વર્ષની વયજૂથના છે. આ સરેરાશ ગત વર્ષથી 2% વધી છે.

દુનિયાભરમાં આઇટી સેક્ટરમાં છટણી છતાં ભારતમાં ભરતી 10% વધી

નોકરી જોબસ્પીક અનુસાર ફેબ્રુઆરી, 2023માં ભારતમાં આઇટી સેક્ટરમાં ભરતીઓ ફેબ્રુઆરી 2022ની તુલનાએ 10% વધી છે. જ્યારે, દુનિયાભરના મુખ્ય દેશોમાં છટણી હજુ બંધ થઇ નથી. આ સેક્ટરમાં સૌથી વધુ માંગ વિશેષજ્ઞોની છે. જેમ કે - ડેટા એનાલિટિક્સ મેનેજર, બિગ ડેટા એન્જિનિયર, ક્લાઉડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર વગેરે. નેસકૉમ અનુસાર 2023માં ભારતના આઇટી સેક્ટરનું કદ 8.4% વધી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow