શયનખંડમાં સમજણ એટલે શ્રેષ્ઠ સમાગમ

શયનખંડમાં સમજણ એટલે શ્રેષ્ઠ સમાગમ

‌                                                              રાહુલ અને નવ્યાના લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને લગ્નને લઇને ખૂબ ઉત્સાહિત અને ઉત્તેજિત હતા. લગ્નનો દિવસ આવી ગયો અને બંનેનાં મનમાં પ્રથમ રાત્રિના વિચારો ચહેરા પરની લાલી જોઇને સ્પષ્ટ થઇ રહ્યા હતા. લગ્નનો દિવસ આવતા સુધીમાં બંનેનો પ્રેમ એટલો વધો વધી ગયો હોય છે કે એકબીજામાં સમાઇ જવા માટે બેચેન બની ગયા હતા. આ દિવસથી જ ખરેખરા અર્થમાં સંભોગની પ્રક્રિયાની શરૂઆત થાય છે, કારણકે હવે પછી બંને હંમેશાં માટે એક બેડ પર સૂવાનાં છે અને ત્યાં પોતાના પ્રેમાલાપની ક્રિયાનો આનંદ લેવાનાં હોય છે. રાહુલ અને નવ્યા માટે પણ આ જ ઉત્સાહ હતો અને બંને પોતાની પ્રથમ રાત્રિને માણવા શયનખંડમાં પહોંચી ગયાં હતાં. એકબીજા સાથે થોડો સમય વાતો કરીને બંને એકબીજાના સ્પર્શનો અનુભવ કરવા લાગ્યા. ધીમે ધીમે ચુંબનની શરૂઆત થઇ અને સાથે જ એકબીજાનાં શરીર પર હાથ ફરવા લાગ્યો. શરીર પર નડી રહેલાં વસ્ત્રો અને ઘરેણાં ચુંબન દરમિયાન જ દૂર થઇ ગયા. રાહુલની ઉત્તેજના એ હદે વધી ગઇ હતી કે રાહુલ જેવી સંભોગની ક્રિયાની શરૂઆત ઝડપથી કરી કે નવ્યાથી ચીસ નખાઇ ગઇ. તે સાંભળી રાહુલ ડઘાઇ ગયો અને તરત જ ઠંડો પડી ગયો અને દૂર થઇ ગયો. નવ્યા સંભોગ માટે તૈયાર નહોતી. તેથી તે રાહુલની ઉતાવળને લઇને ડઘાઇ ગઇ અને તેને ભયંકર દુખાવો થયો. થોડા દિવસો સુધી બંને એકબીજાથી દૂર રહ્યંા. પ્રથમ રાત્રિએ જ મનમાં જાણે ખટરાગ આવી ગયો હોય એવી ઘટના બની. લગ્નબાદ પ્રથમ રાત્રિની ઉત્તેજના બંનેને હોય છે પણ સાથે જ સંભોગ પહેલાંની પૂર્વક્રિયામાં પણ એટલો જ રસ લેવો જરૂરી છે જેટલો રસ સંભોગ માટેનો હોય છે. સંભોગ કરતી વખતે એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે જો પુરુષને ઉત્તેજિત થતા પાંચ મિનિટનો સમય લાગે તો તેની સામે સ્ત્રીને ઉત્તેજનાની ચરમસીમા સુધી પહોંચતા પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે. આ એક એવું રહસ્ય છે જેના કારણે 90 ટકા સંભોગક્રિયા નિષ્ફળ રહે છે. તેમાં ફક્ત પુરુષને જ સંપૂર્ણ નહીં પણ એક હદ સુધી આનંદની અનુભૂતિ થાય છે. સ્ત્રી તૃપ્ત થતી નથી કારણકે તેને ઉત્તેજિત થતા સમય લાગે છે. જ્યાં સુધી સ્ત્રી ઉત્તેજિત થાય છે, ત્યાં સુધીમાં પુરુષને સ્ખલન થઇ જાય છે. તેથી દરેક પુરુષે સૌ પ્રથમ સ્ત્રીને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. પુરુષે પોતાની ઉત્તેજનાને કાબૂમાં રાખીને સ્ત્રીને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે ઉત્તેજિત ન થાય ત્યાં સુધી સંભોગની પ્રક્રિયાની શરૂઆત ન કરે. સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કહેવાય છે કે સ્ત્રીના કેટલાક અંગો તેને પ્રેમ અને સંભોગ કરવા માટે ઉત્તેજિત કરવામાં ખૂબ ઉપયોગી છે. કપાળ, કાનની નીચેનો ગરદનનો ભાગ, હોઠ, આંખ, ગાલ, ગળું, સ્તન, બગલ, નાભિ, પેડૂ (પેટનો નિચેનો અને યોનિનો ઉપરનો ભાગ), કમરનો નીચલો ભાગ, યોનિ, જાંધ, ઘૂંટણ, પગ, પગનો પંજો, પગના તળિયા અને પગની આંગળીઓ પર ચુંબન કરવાથી તેને ઉત્તેજના થાય છે કારણકે આ સ્થાન પર એ નસોનું જાળંુ હોય છે જે તેના સૂક્ષ્મ કામકેન્દ્રો સાથે જોડાયેલી છે. સ્ત્રીના શરીરની, તેનાં અંગોની અને સુંદરતાની પ્રસંશા કરવી જરૂરી છે. તેનાથી તે પુરુષ પ્રત્યે વધારે ખુલ્લાં મનથી સંભોગની ક્રિયામાં જોડાવા તૈયારી બતાવે છે. પુરુષોમાં એક આવડત એ હોવી જોઇએ કે સ્ત્રીના શરીરને જ્યારે પ્રેમથી પંપાળે ત્યારે સાથે સાથે પોતાના શરીરના અંગોનો પણ ક્યારેય તેમાં ઉપયોગ કરવો જરૂરી છે. જો પુરુષ સ્ત્રીના ચહેરા પર ચુંબન કરી રહ્યો હોય તો સાથે તે તેના મુખ્ય કામ કેન્દ્રોને પંપાળવાનું રાખે અને સામે પક્ષે સ્ત્રીને પણ પોતાના શરીરના કામૂક અંગો પર હાથ કરવાનું સૂચન કરે. સંભોગ દરમિયાન તમારી કાબેલિયત પણ દેખાડી શકો છો. જો પુરુષ કામકલાનો જાણકાર હોય અને અનુકૂળતા મુજબ સંભોગની ક્રિયામાં પોતાની આવડત દેખાડે તો તેની પત્નીને તે વધારે ગમે છે. લગ્નની પ્રથમ રાત્રિએ મોટાભાગના દંપતીને સંભોગક્રિયામાં તકલીફ પડતી હોય છે પણ તેના માટેનું યોગ્ય માર્ગદર્શન બંનેને હોય તે જરૂરી છે. એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજાને ગમતી ક્રિયાને ધ્યાનમાં રાખી, સન્માન જાળવી આનંદ લે તો બંનેનો સંબંધ સંતોષકારક પસાર થાય છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow