યુક્રેનના ટેનિસ ખેલાડી સર્ગેઈએ રશિયાના હુમલા બાદ ટેનિસ છોડી દીધું!

યુક્રેનના ટેનિસ ખેલાડી સર્ગેઈએ રશિયાના હુમલા બાદ ટેનિસ છોડી દીધું!

પોતાની માતૃભૂમિની રક્ષા કાજે સર્ગેઈ સ્ટાખોવસ્કી છેલ્લા 15 મહિનાથી યુદ્ધના મોરચે તહેનાત છે. સર્ગેઈની ઓળખ યુક્રેનના ટોચના એક ટેનિસ ખેલાડી સાથે હવે સૈનિકની પણ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે ટેનિસ કોર્ટને અલવિદા કહી દીધું હતું. મારિયુપોલની શેરીઓમાં ફરજ બજાવવા પહોંચ્યો હતો.

37 વર્ષીય સર્ગેઈનું કહેવું છે કે રશિયા સામે યુદ્ધની અમારી ઝુંબેશ સમગ્ર દેશને પ્રેરણા આપી રહી છે. સેર્ગેઈ 2013માં કારકિર્દીની ટોચ પર પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે આ યુગના મહાન ખેલાડી રોજર ફેડરરને હરાવ્યો હતો. અહીં માત્ર જીવન અને મૃત્યુ છે. અહીંના લોકો માત્ર એવું જ વિચારે છે કે જીત નજીક છે. મને ત્યાં તહેનાત કરવામાં આવ્યો છે, જ્યાંથી રશિયન સૈનિકો માત્ર 150 મીટર દૂર છે.

2022માં ઓસ્ટ્રેલિયન ઓપનના થોડાં અઠવાડિયાં પછી જ મારી યુદ્ધ માટેની તાલીમ શરૂ થઈ. મારા મનમાં હંમેશા એક પ્રશ્ન હતો કે શું હું દુશ્મનને મારી શકીશ કે નહીં? પરંતુ જે રીતે હુમલાખોરોએ તબાહી મચાવી હતી. મારો વિચાર બદલી નાખ્યો. આજે જ્યારે દુશ્મન સામે છે ત્યારે હાથ રાઈફલનું ટ્રિગર દબાવવામાં વિલંબ કરતા નથી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow