ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને જનારા ભક્તો પહેલાં આ જાણી લેજો નહીં તો..., દર્શનને લઇ સામે આવી સૌથી મોટી અપડૅટ

ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને જનારા ભક્તો પહેલાં આ જાણી લેજો નહીં તો..., દર્શનને લઇ સામે આવી સૌથી મોટી અપડૅટ

મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ

નવા વર્ષની સારી શરૂઆત માટે લોકો ભગવાનના દર્શન કરવા માટે પ્રસિદ્ધ મંદિરોમાં જઇને આશીર્વાદ લે છે. જેને પગલે ઘણા મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહે છે. એવામાં મંદિરના વહીવટી તંત્રએ પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જેને પગલે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.  મંદિર વહીવટી તંત્રનુ કહેવુ છે કે ક્રિસમસની રજાઓ અને નવા વર્ષ દરમ્યાન ભક્તોની સંખ્યા ઝડપથી વધવાની સંભાવનાને જોઇને મંદિરની મેનેજમેન્ટ સમિતિએ શનિવારથી આગામી 13 દિવસ સુધી ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ગર્ભગૃહમાં પ્રવેશ 5 જાન્યુઆરી સુધી પ્રતિબંધિત રહેશે

મંદિર સમિતિના એક પદાધિકારીએ જણાવ્યું કે ગર્ભગૃહમાં પ્રવેશ 5 જાન્યુઆરી સુધી પ્રતિબંધિત રહેશે. આ નિર્ણય ક્રિસમસ અને નવા વર્ષે આવતી રજાના કારણે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સંભાવનાને જોઇને લેવામાં આવ્યો છે.

24 ડિસેમ્બરથી પ્રવેશ બંધ

મંદિર મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા અધિકારી આશિષ સિંહે કહ્યું, વર્ષના છેલ્લાં અઠવાડિયામાં રજાને કારણે મહાકાલ લોક અને મહાકાલ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની આવવાની સંભાવનાને જોઇને 24 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી ગર્ભગૃહમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.

વહીવટી તંત્રનુ કહેવુ છે કે શ્રદ્ધાળુઓ માટે ગર્ભગૃહ પ્રવેશ તો બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ દર્શન માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow