ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ખાડામાં બાઇક સહિત બે યુવાન ખાબકતા ઇજા

ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ખાડામાં બાઇક સહિત બે યુવાન ખાબકતા ઇજા

ગોંડલમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસે પાણીની પાઇપ લાઈન લીકેજના પશ્નને લઈને સિમેન્ટ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે નગરપાલિકા તંત્રએ બે ઊંડા ખાડાઓ ખોદી નાખ્યા છે, અને ખાડાની આસપાસ સાઈન બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યા. મસમોટા ખાડા કે જેમાં નજીક માટી પાથરી દેવાઇ છે તેમાં એક બાઈક સવારમાં બે યુવાન બાઈક સહિત ખાબકયા હતા. બાઈક સવાર બન્નેને ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ સિવિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુંદાળા દરવાજા સાઈડ થી જેલ ચોક જવાના રોડ પર ક્યાંય સૂચના કે બોર્ડ રાખવામાં આવ્યા નથી. સદનસીબે યુવાનોને માત્ર ઇજા થવા પામી હતી.

રોડની એક જ બાજુ બોર્ડ , બીજી તરફ રેઢાપડ!
તંત્ર દ્વારા આડેધડ રોડનું ખોદકામ કરીને રોડ બંધ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ રોડની બન્ને બાજુ સૂચના કે બોર્ડ રાખવાના બદલે એક સાઈડ જ સૂચન બોર્ડ રાખવામાં આવ્યા છે અન્ય સાઈડ ખુલ્લું રાખવામાં આવ્યું છે, બંને તરફ બોર્ડ મુકવા જરૂરી છે.

ગુંદાળા દરવાજે આ જ સ્થિતિ !
ગુંદાળા દરવાજા પાસે પણ ખોદકામ કરાઇ રહ્યું છે. તો જેલ ચોકથી વાહનોને ડાયવર્ઝન આપી દેવાયું છે. જો અહીં પણ બોર્ડ કે દિશાસૂચન મૂકવામાં તંત્રની ઢીલી નીતિ હોઈ તેવું લાગી રહ્યું છે. આ બન્ને ખાડામાં અકસ્માતે કોઇ પડશે અને મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની ?

ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે એકાદ દિવસમાં પાઈપ રીપેરીંગનું કામ પૂર્ણ થઈ જશે અને ખોદકામ જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ બંને સાઈડ રોડ બંધ પણ કરવામાં આવ્યો છે અને નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટના બની તે દુઃખદાયી છે. ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે એકાદ દિવસમાં પાઈપ રીપેરીંગનું કામ પૂર્ણ થઈ જશે અને ખોદકામ જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ બંને સાઈડ રોડ બંધ પણ કરવામાં આવ્યો છે અને નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટના બની તે દુઃખદાયી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow