દ્વારકા જઇ રહેલા બે પદયાત્રીને કારે ઉલાળ્યા: એકનું મોત, બીજાને ઇજા

દ્વારકા જઇ રહેલા બે પદયાત્રીને કારે ઉલાળ્યા: એકનું મોત, બીજાને ઇજા

હોળીના તહેવાર પર દ્વારકામાં થતા ફૂલડોલ કાર્યક્રમનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, અને આ મહોત્સવમાં ભાગ લેવા રાજ્યભરમાંથી અનેક લોકો ચાલીને દ્વારકા જઇ રહ્યા છે, ચોટીલાના પિયાવાથી નીકળેલો પદયાત્રી સંઘ રવિવારે જામનગર રોડ પર લૈયારા પાસે પહોંચ્યો હતો ત્યારે ચાલી રહેલા બે પ્રૌઢને કારે ઉલાળ્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી.

ચોટીલાના પિયાવા ગામથી ત્રણ દિવસ પૂર્વે પદયાત્રી સંઘ દ્વારકા જવા નીકળ્યો હતો, જય દ્વારકાધીશના નાદ સાથે સંઘ આગળ વધતો હતો અને રસ્તામાં ઠેરઠેર તેનું સ્વાગત પણ થતું હતું, રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં જામનગર રોડ પર લૈયારા પાસે સોમનાથ હોટેલ નજીક સંઘ પહોંચ્યો હતો ત્યારે પાછળ‌થી પુરપાટ ઝડપે અજાણી કાર ધસી આવી હતી અને પિયાવાના પદયાત્રી હામાભાઇ રાજાભાઇ ધગેલ (ઉ.વ.65) અને રામુભાઇ સામતભાઇ જોગરાજવા (ઉ.વ.50)ને ઉલાળ્યા હતા, કારે બંનેને ફૂટબોલની જેમ ઉલાળતાં અન્ય પદયાત્રીઓમાં સન્નાટો છવાઇ ગયો હતો અને ઘવાયેલા ઉપરોક્ત બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાથી ગંભીર રીત ઘવાયેલા રામુભાઇ જોગરાજવાનું મોત નીપજ્યું હતું.

રાજુભાઇ જોગરાજવાના મૃત્યુના સમાચાર મળતાં પદયાત્રી સંઘ અને પિયાવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, ધ્રોલ પોલીસે હામાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow