રાજકોટમાં ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરી

રાજકોટમાં ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરી

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરતા દેકારો મચી ગયો હતો. બે પૈકીના એક શખ્સે અગાઉ મહિલાના પતિ પર છરીથી હુમલો કર્યો હતો, ત્યારથી તે શખ્સ મહિલા પર ઘૂરકિયા કરતો હતો અને ઘરમાં ઘૂસી પજવણી કરી હતી. પોલીસે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

ગાંધીગ્રામ વિસ્તારની સોસાયટીમાં રહેતી 18 વર્ષની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋષિરાજ ગોહિલ તથા તેની સાથેનો એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ નાણાવટી ચોકમાં ભાગીદારીમાં રસનો ચિચોડો ચલાવતા હતા, પોતે જ્યારે પતિને ટિફિન દેવા જતાં હતા ત્યારે ઋષિરાજ ગોહિલ તેની સામે ખરાબ નજરે જોતો હતો. મહિલાએ આ અંગે તેના પતિને રાવ પણ કરી હતી. ઋષિરાજે ચારેક વર્ષ પહેલા મહિલાના પતિને છરીનો ઘા પણ ઝીંક્યો હતો, પરંતુ તત્કાલીન સમયે સમાધાન થઇ જતાં ફરિયાદ કરી નહોતી.

ઋષિરાજના ત્રાસથી કંટાળી મહિલાના પતિએ ચિચોડે જવાનું બંધ કરી દીધું હતું અને જાહેરાતના બોર્ડ લગાવવાનું કામ શરૂ કર્યું હતું. ગુરુવારે રાત્રે દશેક વાગ્યે ઋષિરાજ ગોહિલ અન્ય એક શખ્સ સાથે મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો પતિ ક્યા છે તેનો નંબર આપો તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો અને ઋષિરાજે મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાને પગલે દેકારો થતાં મહિલાના સાસુ અને નણંદ ત્યાં દોડી ગયા હતા અને તેણે ઋષિરાજ અને તેની સાથેના શખ્સને બહાર કાઢ્યા હતા, જતી વખતે પણ બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow