પતિના અન્ય મહિલા સાથેના આડા સંબંધથી બે પરિણીતાએ નોંધાવી ફરિયાદ

પતિના અન્ય મહિલા સાથેના આડા સંબંધથી બે પરિણીતાએ નોંધાવી ફરિયાદ

રાજકોટની બે પરિણીતાએ પતિના પરસ્ત્રી સાથેના આડા સંબંધનો વિરોધ કરતા પતિ તેમજ સાસુએ ત્રાસ આપ્યાના બનાવો પોલીસમાં નોંધાયા છે. યુનિવર્સિટી રોડ, મેક્સિકન પામમાં ત્રણ સંતાન સાથે છેલ્લા આઠ મહિનાથી અલગ રહેતી અમીષાબેન નામની પરિણીતાએ યુનિવર્સિટી રોડ, જલારામ પ્લોટમાં રહેતા પતિ કેતન, સસરા કમલેશભાઇ ચંદ્રકાંતભાઇ દોશી, સાસુ હર્ષાબેન, કાકાજી સસરા મુકેશભાઇ ચંદ્રકાંતભાઇ દોશી સામે ફરિયાદ નોંધાવી છે. કેતન સાથે તેના લગ્ન 2008માં થયા છે. લગ્નના એક વર્ષ બાદ પતિ કેતનને અન્ય મહિલા સાથે સંબંધ હોવાની ખબર પડતા પતિ અને સાસુને વાત કરી હતી.

જેથી સાસુએ આજકાલ બધા પુરુષો આવા જ હોય અને બધાને આવું જ હોય તેમ કહી પતિનું ઉપરાણું લેતા હતા. સસરા પણ કેતન સુધરી જશે, તેમ કહી પોતાની સાથે ઝઘડો કરી ગાળો ભાંડતા હતા. પોતે જ્યારે સગર્ભા હતી ત્યારે પતિ કેતન સંબંધ બાંધવા પોતાને માનસિક ટોર્ચર કરી ત્રાસ આપતા હતા. સાસુ-સસરા પણ તારે સ્ત્રી થઇને આવું બધું સહન કરવું પડશે.

ગત માર્ચ મહિનામાં પતિ કેતને પોતાને ધક્કા મારી ઘરમાંથી સંતાનો સાથે કાઢી મૂકી હતી. અને હવે જો તું અહીં પાછી આવીશ તો મારી નાખીશની ધમકી આપી હતી. સંતાનોના ભવિષ્ય માટે સાતથી આઠ વખત સમાધાનના પ્રયાસો કર્યા હતા. બાદમાં સાસરિયાઓએ ઘરેણાં ચોરી ગયાનો આક્ષેપ કરી ચારિત્ર પર શંકા કરતા હોય અંતે ફરિયાદ કરી છે.

બીજા બનાવની ધરમનગર આવાસમાં છેલ્લા સાત મહિનાથી માવતરે રહેતી ઉષાએ મોરબી રહેતા પતિ મુકુલ દેવજીભાઇ સોલંકી અને સાસુ જ્યોત્સનાબેન સામે નોંધાવેલી ફરિયાદમાં, માતા અને સાસુ બંને કેટરર્સમાં કામ કરતા હોય પોતે સાથે જતા મુકુલ સાથે પરિચય થયો હતો. તે સમયે અભ્યાસ કરતી હોય માતાએ સગાઇની ના પાડી હતી. જેથી મુકુલ સાથે પોતે ભાગી ગઇ હતી.

થોડા દિવસ બાદ મોરબી સાસુ જ્યોત્સનાબેન સાથે રહેવા ગયા હતા. સગર્ભા હતી ત્યારે સાસુ કામકાજ મુદ્દે ત્રાસ આપતા હતા. બાદમાં દીકરીનો જન્મ થતા સાસુએ અમારે દીકરો જોઇતો હતો, તું અભાગણી છો કહી મેણાં મારતા રહેતા હતા. પતિને આ મુદ્દે વાત કરતા તે પોતાને માર મારી કોઇને ફરિયાદ કરીશ તો તને અને તારી દીકરીને માર મારી કાઢી મૂકવાની ધમકી આપતા હતા.

પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાની ખબર પડતા સાસુ પણ મુકુલની તરફદારી કરી પોતાની સાથે ઝઘડો કરતા હતા. પતિ મારા મોબાઇલ નંબર અન્ય લોકોને આપી બીભત્સ માગણીઓ કરતા મેસેજ ચાલુ કરાવ્યા હતા. પતિ, સાસુના ત્રાસથી કંટાળી પોતે પિયર આવી હતી. ત્યારે પાછી નહિ આવે તો આપઘાત કરી લેવાની ધમકી આપતા હોય પોતે સાસરે જતી રહેતી હતી. છતાં સાસરિયાં નહીં સુધરતા ફરિયાદ નોંધાવી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow