ધોરાજીમાં પૈસાની લેવડદેવડમાં માથાકૂટ થતાં બે જૂથો આમને-સામને, છરી-ધોકા વડે મારામારી, 6ને ઇજા

ધોરાજીમાં પૈસાની લેવડદેવડમાં માથાકૂટ થતાં બે જૂથો આમને-સામને, છરી-ધોકા વડે મારામારી, 6ને ઇજા

રાજકોટ જિલ્લાના સંવેદનશીલ શહેર ગણાતાં ધોરાજીમાં રમઝાન મહિનામાં જ મુસ્લિમ સમુદાયના બે જૂથ સામસામા આવી ગયા હતા અને ખીજડા શેરીમાં શરૂ થયેલી બોલાચાલી વધુ ઉગ્ર બની જતા છરી અને લાકડાના ધોકા ઉડ્યા હતા. યુવાનો વચ્ચે જોરદાર હાથાપાઇ થવા લાગતાં ઘડીભર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ધસી આવ્યો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ અથડામણમાં 6 શખ્સને નાની મોટી ઇજા પહોંચતા તેમને સારવારમાં ખસેડાયા હતા અને પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇને આગળની કાર્યવાહી આરંભી હતી.

વાતાવરણ ગરમાયું હતું
ધોરાજીમાં રમઝાન મહિનામાં જ મુસ્લિમના બે જૂથ વચ્ચે વાહનની લેવેચના પૈસાની લેતી લેતી મામલે માથાકૂટ થઇ હતી. બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર બની હતી અને ખીજડા શેરી ખાતે નાસભાગ મચી હતી. સામસામા છરી અને લાકડીના ધોકા વડે સામ સામે હુમલા થતાં વાતાવરણ ગરમાયું હતું અને આ માથાકૂટ વધુ લોહિયાળબને તે પહેલાં કોઇએ પોલીસને જાણ કરી દેતાં પોલીસ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

ખીજડા શેરીમાં માથાકૂટ થઇ
આ બનાવ અંગે ધોરાજી પોલીસે બંન્ને જૂથની સામસામી ફરિયાદ લીધી હતી, જેમાં ફરિયાદી અફઝલમિયાં ઉર્ફે અજજુ બાપુ સૈયદ રહે ખીજડા શેરી વાળાએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે સામેવાળા મોહમ્મદ ગરાણા, તોફિક ઉર્ફે ગાબો હનીફ, હુસેન ગરાણા એ રૂપિયાની લેતી દેતી અને વાહનોની લે-વેચની બાબતે મન દુઃખ રાખી છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. જે અંગે ફરિયાદ કરતા પોલીસે આઈપીસી કલમ 323, 324, 506 (2) ,114 જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અમારી સાથે ઝઘડો કર્યો
જ્યારે મહંમદ ઉર્ફે મમલ ગરાણાએ સામાપક્ષે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અફઝલ ઉર્ફે અજુબાપુ રજાકમૈયા, સોહેબ હુસેન મીયા, શકીલમીયા હુસેનમીયાએ રૂપિયાની લેતી દેતી બાબતે અમારી સાથે ઝઘડો કરી ધોકા તેમજ છરી વડે હુમલો કરી ને ગંભીર ઇજા કરી છે. આથી પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ 324. 323.506(2) જીપી એકટ ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow