અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલી મારુતિધામ 2માં વીજ કરંટ લાગતા બે બાળકો દાઝ્યા

અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલી મારુતિધામ 2માં વીજ કરંટ લાગતા બે બાળકો દાઝ્યા

અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલી મારુતિધામ-2 સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાજી ગયા હતાં. બંનેય બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

વીજ શોર્ટ લાગતા બંનેય બાળકો ગંભીર રીતે દાઝ્યા
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા સારંગપુર ગામમાં મારુતિધામ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા આકાશ ઉદય મંડલ ઉમર વર્ષ 10 અને હેમંતા મંડલ ઉંમર વર્ષ 12નાઓ ગતરોજ બપોરના 2 વાગ્યાના અરસામાં મકાનની ગેલેરીના ભાગેથી રમતા હતા.  

તે લંગર વીજ વાયર ઉપર પડતા તે બંનેયને અચાનક શોર્ટ લાગતા ગંભીર રીતે ઘવાયા હતાં. બંને શરીરે ગંભીર રીતે દાજતા બુમાબુમ કરતા આસપાસના લોકો પોતાના મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતાં. સ્થાનિકોએ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

બનાવ મામલે GIDC પોલીસે વધુ તપાસ ચલાવી
જોકે એક બાળકને તેના ઘરવાળા લઈ ગયા હોય અન્ય બાળકને 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સારવાર અર્થે ગડખોલ CHC સેન્ટર ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે રીફર કરાયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને પ્રાથમિક કાર્યવાહી કરીને બનાવ અંગે વધુ તપાસ કરી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow