ટ્વિટર બ્યૂના 8 ડોલરના પ્લાન કરતા પણ મોંઘુ હશે, કંપનીની 90% કમાણી એડથી છે

ટ્વિટર બ્યૂના 8 ડોલરના પ્લાન કરતા પણ મોંઘુ હશે, કંપનીની 90% કમાણી એડથી છે

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્ક ઝીરો એડ હાયર-પ્રાઈસ્ડ સબ્સક્રિપ્શન મોડલને રોલઆઉટ કરવા જઈ રહ્યા છે. મસ્કે કહ્યું, ટ્વિટર પર એડ ઘણી ફ્રીકવેન્ટ અને ઘણી મોટી છે. આગામી અઠવાડિયામાં આ બંનેને ધ્યાને લઈ પગલા ભરવામાં આવશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે, સબ્સક્રિપ્શન મોડલની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવશે અને કંઈ તારીખ સુધી રોલ આઉટ કરવામાં આવશે.

ટ્વિટર તેના રેવેન્યૂના લગભગ 90% એડથી કમાણી કરે છે. ઓક્ટોબરમાં મસ્કના ટ્વિટર ટેકઓવર બાદથી જ કંપનીના એડ રેવેન્યૂમાં ઝડપથી ઘટાયો નોંધાયો છે. ઈન્ફોર્મેશનના પ્રકાશિત તાજેતરના રિપોર્ટ મુજબ, છેલ્લા મંગળવારે ડેઇલી રેવેન્યૂ એક વર્ષ અગાઉથી આ દિવસે 40% ઓછું હતું. ત્યારે મસ્કે રેવેન્યૂમાં ઘટાડા માટે રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન્સને જવાબદાર ગણાવ્યા હતા, જેમને એડ રોકવા માટે બ્રાન્ડો પર દબાણ કર્યું હતું.

બ્લૂનો સસ્તો એન્યુઅલ પ્લાન...
આ અગાઉ ટ્વિટરે તેના બ્લૂ સબ્સક્રિપ્શન માટે નવો વાર્ષિક પ્લાન જાહેર કર્યો હતો. આ પ્લાન માસિક પ્લાનની સરખામણીમાં સસ્તો છે. ટ્વિટર બ્લૂના મંથલી પ્લાનની કિંમત 8 ડોલર છે. પરંતુ એન્યુઅલ પ્લાન 84 ડોલરમાં ખરીદી શકાય છે. એટલે વાર્ષિક પ્લાન પર 22 ડોલરની બચત થશે. તેમાં અમેરિકા, યૂનાઈટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સામેલ છે.

એપલ સ્ટોર પર એન્યુઅલ પ્લાન ઉપલબ્ધ નથી
એપલના IOSના માધ્યમથી ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન ખરીદવાનાર યૂઝર્સ માટે કિંમત 11 ડોલર પ્રતિ મહિના છે. IOA પર એન્યુઅલ પ્લાન ઉપલબ્ધ નથી. બ્લૂ સબ્સક્રિપ્શન સાથે, બ્લૂ ચેકમાર્ક સહિત થોડી અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. જોકે બ્લૂ ચેકમાર્ક પ્રોફાઈલ પર દેખાવામાં સમય લાગી શકે છે કેમકે, તેને રિવ્યૂ બાદ જ આપવામાં આવે છે. ત્યારે નવા બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ડ પર 90 દિવસ સુધી બ્લૂ સબ્સક્રિપ્શન નથી લઈ શકતા.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow