તુર્કીએ તેના બે સૌથી શક્તિશાળી બોમ્બનું પરીક્ષણ કર્યું

તુર્કીએ તેના બે સૌથી શક્તિશાળી બોમ્બનું પરીક્ષણ કર્યું

તુર્કીએ તેના સૌથી શક્તિશાળી બિન-પરમાણુ બોમ્બ GAZAP અને NEB-2 ઘોસ્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તુર્કીએ 26-27 જુલાઈના રોજ ઇસ્તંબુલમાં આયોજિત 17મા આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ મેળા (IDEF) 2025 મેળા દરમિયાન આ બોમ્બના પરીક્ષણનો વીડિયો બહાર પાડ્યો હતો.

બંને બોમ્બનું વજન 970 કિલોગ્રામ (લગભગ 2000 પાઉન્ડ) છે. તેને તુર્કીના સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્ર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. GAZAP થર્મોબેરિક વોરહેડથી સજ્જ છે. આ બોમ્બ F-16 ફાઇટર જેટમાંથી ફેંકી શકાય છે.

ફૂટેજ બતાવે છે કે આ બોમ્બ સેંકડો ચોરસ મીટરના વિસ્તારને અસર કરી શકે છે. તેમાં 10 હજાર ખાસ કણો છે, જે વિસ્ફોટ પછી પ્રતિ ચોરસ મીટર 10.6 કણોના દરે ફેલાય છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને બોમ્બના તમામ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે અને હવે તે ઉપયોગ માટે તૈયાર છે.

Read more

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુ

By Gujaratnow
થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરની રાજેશ્રી ટોકીઝમાં સૈયારા મુવી જોવા ગયેલા બે યુવાનો બિયરના ટીન સા

By Gujaratnow