તુર્કી-સિરિયામાં ભૂકંપથી 15 હજારથી વધુના મોત

તુર્કી-સિરિયામાં ભૂકંપથી 15 હજારથી વધુના મોત

તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા 3 મોટા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. AFPના સમાચાર મુજબ બંને દેશોમાં મૃત્યુઆંક 15 હજારને પાર થઈ ગયો છે. ઘાયલોની સંખ્યા 40 હજારની નજીક પહોંચી ગઈ છે. WHO અને UN સહિત વિશ્વના 70 થી વધુ દેશો મદદ માટે આગળ આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, સીરિયામાં 3 લાખ લોકો ઘર વીનાના થઈ ગયા છે.

આ દરમિયાન તુર્કીમાં ટ્વિટર બ્લોક કરી દેવામાં આવ્યું છે. ખરેખરમાં, તુર્કીની સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર વિરુદ્ધ એક બિલ પસાર કર્યું હતું. જે હેઠળ, જો સોશિયલ મીડિયા કંપનીઓ તેમની સાઇટ્સથી તુર્કી સંબંધિત ખોટી માહિતીને દૂર નહીં કરે, તો તેમના પર પ્રતિબંધો લાદવામાં આવશે. દેશમાં વાંધાજનક પોસ્ટ માટે અત્યાર સુધીમાં 18 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 5ની ધરપકડ કરવામાં આવી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow