કોઈ પણ સમયે નાસ્તા માટે પરફેક્ટ છે ખાસ ટ્વિસ્ટ સાથેની પરંપરાગત ડિશ, ફટાફટ કરી લો ટ્રાય

કોઈ પણ સમયે નાસ્તા માટે પરફેક્ટ છે ખાસ ટ્વિસ્ટ સાથેની પરંપરાગત ડિશ, ફટાફટ કરી લો ટ્રાય

બ્રેડ બટાકાની કચોરી માટે સામગ્રી

  • 10-15 સ્લાઈસ બ્રેડ
  • 4 નંગ બાફેલા બટાકા
  • 1 ટેબલ સ્પૂન આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ
  • 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલ સ્પૂન વરિયાળી પાવડર
  • 1 ટેબલ સ્પૂન લાલ મરચું
  • 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

સૌ પહેલા કચોરીનો મસાલો બનાવવા માટે લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટની સાથે બટાકાને સ્મેશ કરીને મિક્સ કરી લો.
હવે બાકીની સામગ્રી પણ આ મસાલામાં મિક્સ કરો. તેને સારી રીતે હલાવી લો.
મીડિયમ ફ્લેમ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો,  


તેલ ગરમ થતાંની સાથે બટાકાનો જે મસાલો છે તેને નાંખો અને 2 મિનિટ સુધી સારી રીતે શેકી લો અને ગેસ બંધ કરી લો.
હલે આ મસાલાને ઠંડો થવા દો અને તેના નાના ગોળા બનાવી લો.
હવે બ્રેડની સ્લાઈસની કિનારીઓ કાપી લો અને તેન પાણીમાં ડુબાડી લો. તેને બે હાથની વચ્ચે રાખીને તેનું પાણી કાઢી લો.
બ્રેડ પર તૈયાર ગોળા એક એક કરીને રાખો અને તેને હાથથી સ્પ્રેડ કરી લો.
બાકીની બ્રેડ સાથે પણ આવું જ કરો અને કચોરીઓ તૈયાર કરી લો.
હવે ફરીથી મિડિયમ ગેસ ચાલુ કરો અને એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે આ કચોરીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે બ્રેડ બટાકાની ગરમા ગરમ કચોરી.
તમે આ કચોરીને દહીં, તીખી લીલી ચટણી કે સોસ કે ખાટી મીઠી આમલીની ચટણી સાથે ખાઈ શકો છો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow