ત્રિશા-ગાયત્રીએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025નો ખિતાબ જીત્યો

ત્રિશા-ગાયત્રીએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025નો ખિતાબ જીત્યો

ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટનો વિમેન્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો. ભારતીય જોડીએ રવિવારે રમાયેલી ફાઇનલમાં જાપાની જોડીને હરાવી ટાઇટલ ડિફેન્ડ કર્યું.

વર્લ્ડ રેન્કિંગમાં 14મા નંબરની આ ભારતીય જોડીએ લખનૌના બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમમાં જાપાનની કાહો ઓસાવા અને માઈ તાનાબેને 17-21, 21-13, 21-15થી હરાવ્યા. આ મુકાબલો 1 કલાક 16 મિનિટ સુધી ચાલ્યો.

જ્યારે, પૂર્વ વર્લ્ડ નંબર-1 કિદામ્બી શ્રીકાંતને મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હોંગકોંગના જેસન ગુણાવાન સામે 16-21, 8-21, 22-10થી હાર મળી.

પહેલી ગેમ હાર્યા બાદ જીતી ભારતીય જોડી પહેલી ગેમમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ઇન્ટરવલ સુધી 11-9થી પાછળ હતી અને પોતાનો પહેલી ગેમ હારી ગઈ. જોકે, ભારતીય બેડમિન્ટન જોડી બીજા ગેમમાં વાપસી કરવામાં સફળ રહી. ઇન્ટરવલ પર તેઓ 11-5થી આગળ હતી અને મેચને ત્રીજા ગેમમાં લઈ જવામાં સફળ રહી.

આ પછી આ ભારતીય જોડીએ નિર્ણાયક ગેમમાં શાનદાર પ્રદર્શન કરતા 11-5ની લીડ લીધા બાદ મેચ જીતીને સતત બીજી વખત સૈયદ મોદી ઇન્ટરનેશનલ ખિતાબ પોતાના નામે કર્યો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow