રાજકોટમાં ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમનને બદલે ઉઘરાણા!

રાજકોટમાં ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમનને બદલે ઉઘરાણા!

ટ્રાફિકનું નિયમન કરવા માટે રાજ્યભરમાં ટ્રાફિક બ્રિગેડ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમનને બદલે ઉઘરાણા જ કરતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક વાહનચાલકને અટકાવી રૂ.2 હજારનો દંડ થશે તેવી ધમકી આપી વોર્ડને તે વાહનચાલક પાસેથી રૂ.200 કટકટાવ્યા હોય તેવો વીડિયો ફરતો થયો છે. ખાઉધરા આ વોર્ડનને સોમવારે કાઢી મુકાશે પરંતુ તે પોઇન્ટ પરના ટ્રાફિક વોર્ડનની સામે કોઇ કાર્યવાહી નહીં કરીને ઉઘરાણાની પરંપરા ચાલુ રાખવાની લીલીઝંડી અપાશે.

રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનની ગેંગ ઉતરી પડી હતી અને વાહનચાલકોને અટકાવી નિયમના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા. એક વોર્ડનને બાઇકચાલકને અટકાવી નિયમભંગ બદલ રૂ.2 હજારનો દંડ થશે તેવી ચીમકી આપી તેની સાથે વાર્તાલાપ શરૂ કર્યો હતો. બાઇકચાલકે પણ કોઇ વ્યક્તિને ફોન કર્યા બાદ વોર્ડનને કહ્યું હતું કે, આટલી મોટી રકમની વ્યવસ્થા થાય તેમ નથી કંઇક વાજબી કરોને, તો વોર્ડને પણ ભાવ ગગડાવ્યા હતા અને રૂ.300 માગ્યા હતા.

પૈસા માગી રહેલા વોર્ડનની કિંમત બરોબર સમજતા બાઇકચાલકે રૂ.200નું કહેતા વોર્ડને બંનેનું રહે તેમ કહી રૂ.300ની માંગ યથાવત્ રાખી હતી, પરંતુ બાઇકચાલક ટસનો મસ થયો નહોતો અને તેણે પોતાના પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢ્યું હતું અને રૂ.100-100ની બે નોટ કાઢી રૂ.200 વોર્ડનને આપ્યા હતા. વોર્ડને તે રૂ.200 સ્વીકારી લીધા હતા અને બાઇકચાલકને જવા દીધો હતો. આ સમગ્ર ઘટના કોઇ જાગૃત નાગરિકે મોબાઇલના વીડિયોમાં ઉતારી લીધી હતી અને વીડિયો ફરતો કરી દીધો હતો.

શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ શું હોઇ શકે, કેવા ફેરફાર આવશ્યક છે, તેવા તારણ પર આવવા માટે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે નવા અેમવી એક્ટ અને રોડ સેફ્ટીના નિષ્ણાત ડો.રોહિત બલુજા અને તેની ટીમને રાજકોટ બોલાવી શનિવારે વર્કશોપનું આયોજન કર્યું હતું. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ સારું પગલું હતું પરંતુ તોડબાજોને કેવી રીતે કાબૂમાં લેવા તે માટે પણ ડીસીપીએ એક્સપર્ટને બોલાવીને માર્ગદર્શન મેળવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow