ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં સતત ઘટાડો આવ્યો છે જેને કારણે વેપારમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત પહેલા સંગ્રહખોરો સ્ટોક કરીને રાખતા હતા તેના બદલે હવે જરૂર પૂરતા જ સોદા કરવામાં આવે છે. આમ, વેપાર માટે જે કાંઈ ગણિત મંડાયા હતા કે આયોજનો થયા હતા તે બદલાઇ ગયા છે. હજુ ખાદ્યતેલમાં ઘટાડો આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં પરિસ્થિતિ ખરાબ છે. હાલમાં ડિમાન્ડ ઘટી છે. જરૂર પૂરતી જ ખરીદી અને વેચાણ થતા હવે વેપારમાં ઘટાડો આવી રહ્યો છે. નોંધનીય છે કે, સિઝનની શરૂઆતમાં ખાદ્યતેલના રેકોર્ડબ્રેક ભાવ હતા. આ સમયે ડબ્બાએ રૂ. 3 હજારની સપાટી કુદાવી હતી. જે સિઝનનો સૌથી રેકોર્ડબ્રેક ભાવ હતો. ત્યારબાદ અત્યારે સીંગતેલનો ડબ્બો રૂ. 2850એ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યાનુસાર તેલમાં રૂ. 500 થી 1000 સુધીનો ઘટાડો આવ્યો છે. જો કે લગ્નસિઝન હવે શરૂ થઈ રહી છે જેને કારણે ખરીદી વધે તેવી આશા સેવાઇ રહી છે.

વેપારીઓના જણાવ્યાનુસાર ભાવ ઘટાડા માટે વૈશ્વિક અને સ્થાનિક બન્ને પરિબળો કામ કરી રહ્યા છે. સીંગદાણામાં સારી ડિમાન્ડ હોવાને કારણે તેમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. સીંગદાણાનો ભાવ અત્યારે રૂ. 1940 સુધી બોલાઇ રહ્યો છે. હાલ યાર્ડમાં મગફળીમાં દૈનિક આવક 1800 ક્વિન્ટલની છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow