ગઢડાના નિગાળા ગામે કેરી નદી પર 8 ખેતમજૂર સવાર ટ્રેક્ટર પલટી મારી ગયો, તમામનો આબાદ બચાવ

ગઢડાના નિગાળા ગામે કેરી નદી પર 8 ખેતમજૂર સવાર ટ્રેક્ટર પલટી મારી ગયો, તમામનો આબાદ બચાવ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ નિગાળા ગામ નજીક પસાર થતી કેરી નદીના પુલ પરથી વાડીએ મજૂરી કામ કરવા માટે ટ્રેક્ટરમાં આશરે 8 જેટલા મજૂરોને વાડીએ લઈ જતા હતા. તે દરમિયાન કેરી નદી પરના પુલ પરથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પસાર થતા સમયે સ્ટેરિંગ પર ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેરી નદીમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરમાં સવાર આઠ જેટલા મજૂર તેમજ ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

ક્રેઈનથી ટ્રેક્ટરને બહાર કઢાયો‌‌

ગઢડા તાલુકાના નિગાળા ગામ પાસેથી પસાર થતી કેરી નદીમાં માહિતી મુજબ સવારે 8 કલાકની આસપાસ ખેત મજૂરોને મજૂરી અર્થે વાડીએ લઈ જતા ટ્રેક્ટર ટ્રોલી સાથે કેરી નદીમાં ખાબકતા તમામ મજૂરો તેમજ ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. તેમજ ઘટનાને લઈ આસપાસના અન્ય લોકો પણ દોડી આવેલા હતા અને ક્રેન મારફત ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું.

‌                                                        

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow