વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

આજના સમયમાં માથામાં ટાલ, વાળ ખરવા, શુષ્ક વાળ, ખોડો આ બધી સમસ્યા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પુરુષ હોય કે મહિલા લગભગ દરેક વ્યક્તિમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે, તમે ઘણીવાર જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા બાદ માથામાં ટુવાલ બાંધી લે છે. જો મહિલાને પૂછવામાં આવે કે તેઓ વાળ ધોયા બાદ ટુવાલ શા માટે બાંધે છે, તો એક જ જવાબ મળે છે કે, તેનાથી વાળ જલ્દી સુકાઈ જાય છે. બીજી બાજુ જોવા જઈએ તો ડોક્ટર આ પ્રકારે કરવાની બિલકુલ પણ ના પાડે છે. આ પ્રકારે કરવાથી વાળને અનેક પ્રકારના નુકસાન થાય છે.

જે મહિલાઓ વાળ ધોયા બાદ ટુવાલ બાંધે છે, તેની જગ્યાએ હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. જેનાથી વાળ જલ્દી સુકાઈ જશે અને ટાલમાં પણ પોષણ પહોંચશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ. જો તમારા વાળ લાંબા હોય તો વારંવાર વાળ ધોવાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.

વાળ ધોયા બાદ ટુવાલ બાંધવામાં આવે તો શું નુકસાન થાય છે?

  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ વધુ સમય સુધી ભીના રહે છે, જેના કારણે ખોડો થવાની સંભાવના વધી જાય છે.
  • વાળ ધોયા બાદ ટુવાલ બાંધવાથી ટાલમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે, જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
  • જે લોકોને વાળ ખરવાની સમસ્યા છે તેમણે વાળ ધોયા બાદ બિલકુલ પણ ટુવાલ ના બાંધવો જોઈએ. આ પ્રકારે કરવાથી વાળ ખરવાની સમસ્યા‌ વધી જાય છે.
  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ જડમૂળથી નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • વાળ બાંધવાથી વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેનાથી પ્રાકૃતિક શાઇનિંગ જતી રહે છે.
  • ડોક્ટર જણાવે છે કે, અઠવાડિયામાં વાળમાં બેથી ત્રણ વખત તેલથી મસાજ કરવું જોઈએ. જેનાથી તમારા વાળમાં નેચરલ શાઇનિંગ આવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow