સરકારનું કુલ દેવું Q2માં વધીને રૂપિયા147 લાખ કરોડે આંબ્યું

સરકારનું કુલ દેવું Q2માં વધીને રૂપિયા147 લાખ કરોડે આંબ્યું

ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરના અંતે સરકારનું દેવું વધીને રૂ.147.19 લાખ કરોડ નોંધાયું છે. જે અગાઉ જૂનના અંતે રૂ.145.72 લાખ કરોડ રહ્યું હતું. ટકાવારીની દૃષ્ટિએ તેમાં બીજા ક્વાર્ટર દરમિયાન 1 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર, 2022ના અંતે કુલ દેવામાં જાહેર દેવુ 89.1 ટકા નોંધાયું હતું જેમાં જૂનની તુલનાએ 88.3 ટકાનો વધારો થયો હતો.

નાણા મંત્રાલય દ્વારા પબ્લિક ડેટ મેનેજમેન્ટ પર રિલીઝ ક્વાર્ટરલી રિપોર્ટ અનુસાર અંદાજે 29.6 ટકા જેટલી ડેટ સિક્યોરિટીઝની મેચ્યોરિટીનો સમયગાળો 5 વર્ષ કરતાં પણ ઓછો હતો. બીજા ક્વાર્ટર દરમિયાન સરકારે બોરોઇંગ કેલેન્ડરમાં નોટિફાઇડ રૂ.4,22,000 કરોડની સામે રૂ.4,06,000 કરોડ ડેટ સિક્યોરિટીઝ મારફતે એકત્ર કર્યા હતા.

જ્યારે તેની સામે રૂ.92,371.15 કરોડની પુન:ચૂકવણી કરવામાં આવી હતી. પ્રાઇમરી ઇસ્યુઅન્સની સરેરાશ યીલ્ડ પણ વધીને નાણાકીય વર્ષ 2023ના Q2માં 7.33 ટકા રહી હતી. નવી ઇસ્યુઅન્સની સરેરાશ મેચ્યોરિટી Q1ના 15.69 વર્ષના બદલે Q2માં 15.62 વર્ષ હતી.

લાંબા સમયગાળા માટે યીલ્ડમાં આંશિક રાહત
ટૂંકા ગાળાના ફુગાવા તેમજ લાંબા સમયગાળા માટે યીલ્ડમાં આંશિક રાહત છતાં લિક્વિડિટીની ચિંતાને કારણે સેકન્ડરી માર્કેટમાં સરકારી સિક્યોરિટીઝના ગ્રાફમાં વધારો જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટર દરમિયાન ફુગાવાને અંકુશમાં રાખવા માટે RBIએ રેપોરેટમાં 100 બીપીએસનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જે 4.90 ટકાથી વધારીને 5.90 ટકા કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝમાં કોમર્શિયલ બેન્કનો હિસ્સો સપ્ટેમ્બર,2022ના અંતે 38.3 ટકા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow