આખી રાત પડખા ફેરવતા રહો છો? નથી આવતી ગાઢ ઊંઘ? તો સૂતા પહેલા આ વસ્તુઓનું કરો સેવન

આખી રાત પડખા ફેરવતા રહો છો? નથી આવતી ગાઢ ઊંઘ? તો સૂતા પહેલા આ વસ્તુઓનું કરો સેવન

સારા સ્વાસ્થ્ય માટે જે રીતે હેલ્ધી ફૂડ જરૂરી હોય છે એમ જ ગાઢ ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાના કારણે અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. ઊંઘ પૂરી હોવાના ​​કારણે તમારા અંગો યોગ્ય રીતે કામ કરે છે, મગજના ફંક્શનિંગમાં સુધાર આવે છે અને ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ ઘટી જાય છે.  

જો કે ઘણા એવા લોકો છે જેમને રાત્રે સૂવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઊંઘ પૂરી ન થવા પર સ્થૂળતા, વજન વધવું અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓ પણ થાય છે. ડૉક્ટરોનું માનવું છે કે વ્યક્તિએ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. પરંતુ જો તમને રાત્રે જલ્દી ઊંઘ આવતી નથી અથવા તો ઘણી વાર તમારી આંખો ખુલી જાય છે તો અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ઊંઘતા પહેલા ખાઈને તમે સારી ઊંઘ મેળવી શકો છો.

અખરોટ- અખરોટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે   જેના કારણે ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. અખરોટનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં પણ વધારો થાય છે કારણ કે તે મેલાટોનિનનો ખૂબ સારો સ્ત્રોત છે.

કૈમોમાઈલ ટી- કૈમોમાઈલ ટી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત   તે ચિંતા અને સ્ટ્રેસને ઘટાડવામાં પણ ખૂબ જ મદદરુપ છે અને સ્કિન હેલ્થને બુસ્ટ કરે છે. ઘણા સ્ટડી મુજબ, તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો મગજમાં રીસેપ્ટર્સને પ્રોત્સાહન આપે છે, જે તમારી ઊંઘને ​​નિયંત્રિત કરે છે અને ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરે છે.

ભાત - વિશ્વમાં ભાતનું સેવન મોટી માત્રામાં કરવામાં આવે છે. ભાતમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ભાતમાં કાર્બ્સ વધુ માત્રામાં હોય છે અને તેનો જીઆઈ ઈન્ડેક્સ પણ ઘણો વધારે હોય છે. રાત્રે સૂવાના એક કલાક પહેલા ભાત ખાવાથી ઊંઘ સારી આવે છે.

ચેરી- ચેરીમાં ભરપૂર માત્રામાં મેલાટોનિન હોય છે જે શરીરના આંતરિક ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક્સપર્ટનું માનવું છે કે સૂતા પહેલા એક મુઠ્ઠી ચેરીનું સેવન સારી ઊંઘ માટે મદદરુપ સાબિત થાય   છે. ચેરીને જ્યુસના રૂપમાં પણ લઈ શકાય છે અથવા જો તાજી ચેરી ઉપલબ્ધ ન હોય તો ફ્રોઝન ચેરી પણ ફાયદાકારક સાબિત થશે.

દૂધ- રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધમાં Tryptophan અને serotonin સારી ઊંઘ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow