નવસારી જિલ્લામાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ

નવસારી જિલ્લામાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ

નવસારી જિલ્લામાં ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત તાપમાન આજે મકરસક્રાંતિએ 8 ડિગ્રી નોંધાયું હતું. જેથી લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. તેમજ પવનની ગતિ પણ 3.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. સિઝનમાં પ્રથમ વખત ઠંડી સામે રક્ષણ આપતા ગરમ કપડાં પહેરતા લોકો જોવા મળ્યા હતા.

નવસારીમાં અત્યાર સુધી મિશ્ર વાતાવરણનો લોકોએ અહેસાસ કર્યો હતો અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો સામનો કરવો પડતો હતો, ત્યારે સિઝનમાં લાબા સમય બાદ લોકોને ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અત્યાર સુધી લોકોએ સામાન્ય ઠંડીનો અહેસાસ કર્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી શિયાળો ઓપચારિક રીતે જામતા આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. પવનની ગતિ 3.6 km પ્રતિ કલાકે નોંધાઇ છે.વહેલી સવારથી ઠંડો પવન વહેતો હોવાને કારણે લોકોએ આખો દિવસ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. છેલ્લા અનેક દિવસોથી માત્ર વહેલી સવારે અને રાત્રે ઠંડી અનુભવાતી હતી અને દિવસ દરમિયાન નોર્મલ ટેમ્પરેચર રહેતું હતું. પરંતુ આજે લઘુત્તમ તાપમાન 8 ડીગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow