આજે માગશર અને ધનુર્માસની બારસ

આજે માગશર અને ધનુર્માસની બારસ

આજે માગશર મહિનાની બારસ તિથિ છે. આ પવિત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી મહાયજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ દિવસ હોવાથી શ્રીકૃષ્ણએ આ તિથિને પર્વ કહ્યું છે.

બારસ તિથિનું મહત્ત્વ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રંથોમાં દર બારસ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની તેમના 12 નામથી પૂજા કરવી જોઈએ. સાથે જ, બ્રાહ્મણ ભોજન કે જરૂરિયાતમંદ લોકોને અનાજદાન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને અખૂટ પુણ્ય મળે છે. પુરાણો પ્રમાણે આ તિથિના શુભ પ્રભાવથી સુખ-સમૃદ્ધિ વધે છે અને મોક્ષ મળે છે.

ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે માગશર અને ધનુર્માસમાં પણ ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. જેનો ઉલ્લેખ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ બંને મહિનાના સંયોગમાં આવતી એકાદશી અને બારસ તિથિએ તીર્થના જળમાં તલ મિક્સ કરીને નાહવું જોઈએ. પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ. તે પછી ભગવાન વિષ્ણુની પૂજા અને દિવસભર વ્રત કે ઉપવાસ રાખીને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.

સ્કંદ પુરાણ અને મહાભારતના અશ્વમેધિક પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દરેક મહિનાની બારસ તિથિએ શંખમાં દૂધ અને ગંગાજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની મૂર્તિનો અભિષેક કરવો જોઈએ. તે પછી પૂજન સામગ્રી અને પછી તુલસીના પાન ચઢાવો. પૂજામાં ભગવાન વિષ્ણુને સિઝનલ ફળ અર્પણ કરવા જોઈએ. તે પછી નૈવેદ્ય ધરાવીને પ્રસાદ વહેંચો. પછી બ્રાહ્મણ ભોજન અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow