24 લાખ રૂપિયા ન ચૂકવવા પડે તે માટે પિતાએ પુત્રને મૃત જાહેર કર્યો

24 લાખ રૂપિયા ન ચૂકવવા પડે તે માટે પિતાએ પુત્રને મૃત જાહેર કર્યો

જામનગર શહેર અને લાલપુર, જામજોધપુર પંથકના કેટલાક વ્યક્તિઓ પાસેથી ઇન્કમટેક્સમાં નોકરી આપવી દેવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લેનાર શખ્સ સામે છેતરપિંડી અંગેનો વધુ એક ગુનો નોંધાયો છે. ખીમરાણાના બ્રાસપાટના એક વેપારી પાસેથી રૂપિયા 23.98 લાખનો પિત્તળનો માલ સામાન ખરીદી કર્યા પછી પોતાને મૃત જાહેર કરાવી દીધો હતો. પરંતુ છેતરપિંડી અંગેના મામલો સામે આવ્યાં પછી વેપારી પણ જાગૃત થયા હતા અને જેલમાં રહેતા આરોપીની ઓળખ કરી લીધી હતી અને પોતાની સાથે રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોતે મૃત્યુ પામ્યો છે તેવી જાહેરાત કરાવી દીધી
આ ફરિયાદ અંગેના બનાવની માહિતી મુજબ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને બ્રાસપાટનો વ્યવસાય કરતા રવજીભાઈ પ્રાગજીભાઈ ધારવીયા નામના વેપારીએ પોતાની પાસેથી રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરના વિશાલ હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે. આ કામમાં મદદ કરી તેને મૃત જાહેર કરવા અંગે તેના પિતા હેમંતભાઈ કણસાગરા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસમાં જાહેર કરાવ્યાં અનુસાર ગત તારીખ 1-1-2019 ના દિવસે ફરિયાદી વેપારી પાસે આરોપી વિશાલ કંસાગરા આવ્યો હતો અને પોતે ભારતની ખ્યાતનામ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કર્મચારી તરીકે કામ કરે છે, અને બ્રાસપાર્ટનો માલ સામાન ખરીદવો , તેમ કહી 23.98 લાખનો માલ સામાન ખરીદી લીધો હતો. અને પછી નાણા આપ્યાં ન હતા. ત્યારબાદ વેપારી દ્વારા વિશાલ કણસાગરા ની શોધખોળ કરાવતા તેના પિતા હેમતભાઈ કણસાગરાના નામથી પોતે મૃત્યુ પામ્યો છે તેવી જાહેરાત કરાવી દીધી હતી. જેથી વેપારીએ પોતાના નાણા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ તાજેતરમાં વિશાલ કણસાગરા સામે જુદા જુદા પોલીસ મથકમાં લોકોને નોકરી અપાવી દેવાના બહાને ચીટીંગના ગુનાઓ નોંધાયા હતા, જેથી તેઓએ તપાસ કરી હતી.
સામાન લઈને રફુચક્કર થયેલો આરોપી હાલ જીવીત હોવાનું સામે આવ્યું
આ દરમિયાન હાલમાં વિશાલ કણસાગરા કે જે જેલવાસ ભોગવી રહ્યો છે, જેથી જેલમાં જઈને તપાસણી કરતા પોતાની પાસેથી બ્રાસનો સામાન લઈને રફુચકકર થયેલો આરોપી હાલ જીવીત છે, તેવી જાણકારી મળી હતી. જેથી રવજીભાઈ ધારવીયા એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરા અને તેના પિતા હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે વિશાલ કણસાગરાનો જેલમાંથી કબજો મેળવવા માટેની કાર્યવાહી આરંભી છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow