TMCએ ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો

TMCએ ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો

અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ટીએમસીએ આ અંગે એક પત્ર પણ જારી કર્યો છે. ટીએમસીએ પત્રમાં લખ્યું છે કે, જ્યારે પાર્ટીનું પ્રતિનિધિમંડળ તેમની ઓફિસમાં તેમને મળવા ગયું ત્યારે તેમને ખોટી માહિતી આપવામાં આવી હતી. તેમના અંગત સચિવે તેમને કહ્યું કે તેઓ બિહાર જવા રવાના થયા છે, જ્યારે તેઓ હજુ દિલ્હીમાં હતા.

જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે 5 એપ્રિલે કેન્દ્રીય મંત્રીને મળવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકારની મનરેગા સહિતની યોજનાઓ હેઠળની બાકી રકમ મુક્ત કરવાની માગ સાથે કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ મંત્રીને મળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં તેમણે મંત્રાલયમાં હાજર અધિકારીઓને પોતાની માગણીઓનું મેમોરેન્ડમ આપ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow