બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા યુવકે બેકારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ ખેરડીના યુવકે વખ ઘોળી આપઘાત કરી લીધો હતો. ભારતીનગરમાં રહેતા વિજયસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.40) રવિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પોતાના રૂમનું બારણું અંદરથી બંધ કરી ઓછાડ પંખાના હૂકમાં બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં વિજયસિંહ બહાર નહીં આવતા પરિવારજનોએ બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતા બારણું તોડતાં જ વિજયસિંહનો લટકતો દેહ નીચે જોવા મળ્યો હતો,

વિજયસિંહને નીચે ઉતારી પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ ક્રિશ્ચિયન સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના બાદ ધંધો સારી રીતે ચાલતો નહોતો અને બેકારીની સ્થિતિને કારણે વિજયસિંહ ચિંતામાં રહેતા હતા અને તે કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. યુવકના આપઘાતથી તેની બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગોહિલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow