કોરોના પર એલર્ટ રહેવાનો સમય, સરકારે જોખમ, બૂસ્ટર અને માસ્ક પર આપી આ સલાહ

કોરોના પર એલર્ટ રહેવાનો સમય, સરકારે જોખમ, બૂસ્ટર અને માસ્ક પર આપી આ સલાહ

દેશમાં કોરોનાનાં નવા કેસોને જોતાં બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું કે કોરોના હજી સમાપ્ત થયો નથી પરંતુ દેશ તમામ પરિસ્થિતિઓ સામે લડવા તૈયાર છે. નીતિ આયોગનાં સદસ્ય ડો.વીકે પૉલે જણાવ્યું કે પેનિક થવાની જરૂર નથી.

લોકોને માસ્ક પહેરવાની સલાહ
ડો.વીકે પૉલે જણાવ્યું કે મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોરોનાને લઇને દરેક અઠવાડિયે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સમીક્ષા બેઠક થશે. આ દરમિયાન ડો. પૉલે ભીડભાડમાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે દેશમાં કોરોના ટેસ્ટિંગ પૂરતાં પ્રમાણમાં થઇ રહ્યાં છે. વચ્ચે- વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે કે આગળ શું પગલાં લેવા જોઇએ.

લોકોએ બુસ્ટર ડોઝ લગાડવા- ડો. પૉલ
ડો. પૉલે જણાવ્યું કે જોનોમિસ્ક સર્વિલાંસ બાદ સપ્ટેમ્બરમાં  BF.7 વેરિયન્ટ ત્રણ વખત ભારતમાંથી મળી આવ્યું હતું. હાલમાં દેશમાં 18થી ઉપરનાં કેવળ 28% લોકોએ જ બૂસ્ટર ડોઝ લગાવડાવ્યો છે. તમામ લોકોએ બૂસ્ટર ડોઝ લગાવવો જોઇએ. આ સાથે જ તમામ રાજ્યોએ કેન્દ્ર સરકારનાં આદેશોનું પાલન કરવું પડશે.

જ્યાં નેચરલ ઇન્ફેક્શન નથી થયું ત્યાં ફેલાઇ શકે છે કોરોના
એમ્સનાં કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોફેસર સંજય રાયે કહ્યું કે કોરોના વાયરસ ત્રણ વર્ષ જૂનું થઇ ગયું છે. તેને લઇને અમે ઘણાં એવિડેન્સ પણ ભેગા કર્યાં છે. અમને માહિતી પ્રાપ્ત થઇ છે કે જ્યાં જ્યાં નેચરલ ઇન્ફેક્શન નથી થયું ત્યાં આ વાયરસથી ઘણી પ્રોબ્લેમ્સ આવી શકે છે.

મ્યૂટેશન પછી પણ જે લોકો સંક્રમિત થયાં છે તે ત્રણ વર્ષ સુધી પ્રોટેક્ટેડ રહે છે. તેમણે કહ્યું કે ચીનમાં ઇન્ફેક્શન નહોતું થયું તેથી ત્યાં કેસ વધવાની આશંકા વધું છે.

ચીનની પરિસ્થિતિ પર મોનિટરિંગની જરૂર છે, ડરની નહીં
ICMRનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક સમીરન પાંડાએ કહ્યું કે અત્યારે ચીનમાં ઝડપથી કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. અનુમાન છે કે આવનારાં ત્રણ મહિનાની અંદર ચીનનાં 60% લોકો સંક્રમિત થઇ જશે તેથી ભયનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. ચીનમાં જે સ્થિતિ છે તેને મોનિટરિંગની જરૂર છે, તેનાથી ડરવાની જરૂર નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow