ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

દેવગુરૂ બૃહસ્પતિ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને અઠવાડિયામાં ગુરૂવારનો દિવસ સમર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનુ સ્મરણ અને પૂજા-પાઠ કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેમના દુઃખ અને કષ્ટોમાંથી છુટકારો મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો આ દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે આ કાર્યોને કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને તેમની નારાજગીનો સામનો કરવો પડે છે.  

ગુરૂવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી કચરો બહાર ન કાઢવો જોઈએ.
  • એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
  • એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
  • આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
  • ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ન ખાવા જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow