ઘરમાં રહેલી આ ઈલેક્ટ્રોનિક આઈટમ્સને આજે જ કરો બહાર, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન, જાણો ડિટેલ્સ

ઘરમાં રહેલી આ ઈલેક્ટ્રોનિક આઈટમ્સને આજે જ કરો બહાર, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન, જાણો ડિટેલ્સ

ટેક્નોલોજી સાથે આપણો પ્રેમ આપણને ધણી વખત રિસ્કમાં નાખી શકે છે. વાત ચાહે નવા સ્માર્ટફોનની હોય કે પછી બીજા કોઈ ગેજેટની. આપણે એક પ્રોડક્ટને કેટલા દિવસ સુધી યુઝ કરીએ છીએ ખાસ કરીને સ્માર્ટફોન્સ અને બીજી લાઈફસ્ટાઈલ ટેક પ્રોડક્ટ્સના નવા મોડલ લોન્ચ થતા જ આપણને પોતાના ડિવાઈસ જુના અને સ્લો લાગે છે.

લાંબા સમય સુધી ન રાખો ઈલેક્ટ્રિક ડિવાઈસ
દરેક પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો પોતાના નવા ડિવાઈસ ખરીદે છે અને જુના ડિવાઈસને પણ પોતાની પાસે રાખે છે. લાંબા સમય સુધી રાખવા પર આ ડિવાઈસ આપણા માટે ખૂબ જ ખતરનાક થઈ શકે છે. આ રીતના ડિવાઈસ સેફ્ટી અને સિક્યોરિટી બન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

એ પહેલા કે આ ડિવાઈસ તમારા માટે ખતરો સાબિત થાય તેને હટાવી લેવા જોઈએ. જેમ કે ઘરમાં મુકવામાં આવેલી દવાઓ એક નિશ્ચિત સમય બાદ એક્સપાયર થઈ જાય છે. તેવું જ આ ડિવાઈસની સાથે પણ થાય છે. સિક્યોરિટી અને સેફ્ટીની રીતે જોતા આ આપણા માટે ખરાબ થઈ શકે છે.

જૂનો ફોન
સ્માર્ટફોન અને ફીચર ફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે અને તે ઝડપથી ડેમેજ પણ થાય છે. આવી બેટરીથી જોખમ વધી જાય છે. ભૂતકાળમાં પણ બેટરી વિસ્ફોટની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે મિલકત સહિત અન્ય વસ્તુઓને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ઘરના ડ્રોઅરમાં જૂનો ફોન હોય તો તેને કાઢી નાખવા જોઈએ.

જૂનું રાઉટર
જો તમે હજી પણ જૂના રાઉટરનો ઉપયોગ કરો છો તો તમને નુકસાન થઈ શકે છે. સાયબર ક્રિમિનલ સિક્યોરીટી  તેની ખામી શોધીને લાભ લઈને તમારા રાઉટરને હેક કરી શકે છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટનો વધુ ઉપયોગ કરવાથી શોર્ટ સર્કિટ અને આગ લાગી શકે છે.

જૂની હાર્ડ ડ્રાઈવ
જૂની હાર્ડ ડ્રાઈવો સલામત દેખાઈ શકે છે, પરંતુ તે હોતી નથી. હાર્ડ ડ્રાઈવમાં એલ્યુમિનિયમ, પ્રોટેક્ટિવ પોલિમર, પ્લાસ્ટિક અને મેગ્નેટ હોય છે. તમે તેને ડ્રોઅરમાં બંધ કરીને લાંબા સમય સુધી રાખી શકતા નથી. જો હાર્ડ ડ્રાઈવ ખૂબ જૂની છે, તો તેને સુરક્ષિત રીતે ડેટાની નકલ કરીને રિસાયકલ કરી શકાય છે.

જૂના પાવર કેબલ્સ
જૂના પાવર કેબલોમાં ઇન્સ્યુલેશન પ્રોપર્ટી પૂરી થઈ શકે છે. તેમાં સ્પાર્ક અથવા શોક લગવાનું જોખમ દર્શાવે છે. જો તે વધુ ખતરનાક હોય તો આગ પણ લાગી શકે છે. આ કારણોસર, સમયાંતરે જૂના કેબલની તપાસ કરાવો અને જો જરૂરી હોય તો તેને બદલો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow