મોબાઈલની દુકામાં બાકોરું પાડી 5 લાખના મોબાઈલની ચોરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા

આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં આવેલ પુજારા મોબાઈલ દુકાનની પાછળ બાકોરું પાડીને અંદર પ્રવેશી કિંમત રૂપિયા 5,42,341ના 20 નંગ મોબાઈલ ફોનની ચોરી કરનાર ત્રણ આરોપીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉમરેઠ ઓડ ચોકડી થી ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 20 નંગ મોબાઈલ ફોન રિકવર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં આવેલ પુજારા મોબાઈલ નામની મોબાઇલની દુકાન આવેલી છે. ગત 6 ફેબ્રુઆરી 2023 ના રાત્રિના સમયે તસ્કરોએ મોબાઇલની દુકાને નિશાન બનાવીને મોબાઈલ દુકાન ની પાછળ ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશી જુદી -જુદી કંપનીના આશરે રૂ.5,42,341 કિંમત 20 નંગ મોબાઈલની ચોરી કરી નાસી ગયાં હતાં.આ દરમ્યાન તસ્કરો મોબાઈલની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં.આ અંગે ઉમરેઠ પોલીસે ચોરીનો ગુનો નહોતી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી હતી.
મહત્વનું છે કે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની તપાસ દરમ્યાન ટીમે ઉમરેઠ ઓડ ચોકડી પાસેથી શંકાસ્પદ લાગતા ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતાં.પોલીસે તેઓની અંગઝડતી કરતાં તેમની પાસે જુદી -જુદી કંપનીના આશરે રૂ. 5,42,341 કિંમતના 20 નંગ મોબાઈલનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે આ ત્રણેય તસ્કરોના નામ ઠામ પુછતા અર્પિત ઉર્ફે અલ્પો ઉર્ફે અલ્પેશ ભરતભાઈ રાવળ રહે, ડુંગરી તાલુકો, મોડાસા, મેહુલકુમાર ઉર્ફે મેહુલિયો રમણભાઈ પગી(ઠાકોર )રહે, કઉ ,મોડાસા તથા સંજય ઉર્ફે સજ્યો નરસિંહભાઈ ખાટ રહે, સંજેલી, (ગોટ) મેઘરાજ મોડાસા હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 20 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,42,341 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા ત્રણેયની પુછપરછ કરતાં તેઓએ ગત તારીખ 6 ફેબ્રુઆરી 2023ની રાત્રિના સમયે ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે આવેલ પુજારા મોબાઈલ દુકાનમાંથી આ મોબાઈલની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.આણંદ એલસીબી દ્વારા આ તસ્કરોની વધુ તપાસ અર્થે ઉમરેઠ પોલીસને સોંપવામાં આવ્યા છે.