ઢોરને બીજાની વાડીમાં છૂટા મૂકી ભેલાણ કરતા પિતા-પુત્ર સામે ત્રણ ગુના નોંધાયા

ઢોરને બીજાની વાડીમાં છૂટા મૂકી ભેલાણ કરતા પિતા-પુત્ર સામે ત્રણ ગુના નોંધાયા

રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લુખ્ખાઓની દાદાગીરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ તાલુકાના પાડાસણ ગામે ભયનો માહોલ ફેલાવી ગ્રામજનોને ધાકધમકીઓ દેતા ગેલા રાજા મુંધવા અને તેના દીકરા મનીષ સામે પોલીસે ત્રણ ગુના નોંધી કાર્યવાહી કરી છે.

પાડાસણ ગામે ગેલા ભરવાડ અને તેનો દીકરો ગામના વાડી-ખેતરોમાં તેમના ઢોરને છૂટા મુકી ભેંલાણ કરતા હોવાની અને આ મુદ્દે પિતા-પુત્રને સમજાવવા જતા બંને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગામમાં ભયનો માહોલ ફેલાવતા હોવાની પોલીસના ઉચ્ચ અધિકારીને ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

જેને પગલે તપાસના આદેશ કરતા આજી ડેમ પોલીસની તપાસમાં ગામમાં લુખ્ખાગીરી આચરી ધમકીઓ દેતા પિતા-પુત્રે 23 દિવસમાં ત્રણ વાડીમાં તેમના ઢોર છૂટા મૂકી ધાણા, તુવેર, કપાસને મોટુ નુકસાન પહોંચાડયાનું તેમજ ભેલાણ કર્યા અંગેની તેમને વાત કરવા જતા કુંડળીવાળી લાકડી બતાવી ગ્રામજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બાધુભાઇ રામજીભાઇ મુંગપરા, બાધુભાઇ શામજીભાઇ વઘાસિયા, વીરજીભાઇ અરજણભાઇ વઘાસિયાની ફરિયાદ નોંધી છે.

ફરિયાદને પગલે પોલીસની ટીમ લુખ્ખાગીરી આચરનાર પિતા-પુત્રને પકડવા તેના ઘરે જતા બંને નાસી ગયા હતા. પોલીસ તપાસમાં પિતા-પુત્રે તેમના મકાનમાં લંગરિયા નાંખી વીજ કનેકશન મેળવ્યું હોવાનું જાણવા મળતા લાઇટ કનેક્શન કાપી નાખ્યું હતું. તેમજ તેના ઘરમાંથી કેટલોક સામાન મળી આવતા પોલીસે તે કબજે કર્યો છે. પોલીસે ભરવાડ પિતા-પુત્રના ઢોરને પણ કબજે કરવા કાર્યવાહી કરી છે.

મારામારીના અન્ય એક બનાવમાં ગોંડલ રોડ, લોધેશ્વર સોસાયટી-2-6માં રહેતા માધવભાઇ ગાંડુભાઇ મોટલિયા નામના પ્રૌઢે અંકુશ કરમસીંગ જરિયા, નટુ કરમસીંગ જરિયા, વિવેક યોગેશ જરિયા, કમલેશ દીપક જરીયા, પ્રકાશ ભરત જરીયા, દિપક કરમસીંગ જરીયા અને મહેશ ઉમેદ જરીયા સામે પોતાને તેમજ પુત્રને માર માર્યાની તેમજ ઘર પર પથ્થરમારો કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શેરીમાં છોકરાઓ બપોરે રમતા હોય તેમને ઘરે જતા રહેવાનું કહ્યાનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી માર માર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow