યુક્રેનમાં હજારો મહિલા અને બાળકો કારમાં રાત વીતાવે છે

યુક્રેનમાં હજારો મહિલા અને બાળકો કારમાં રાત વીતાવે છે

આશરે ત્રણ કરોડની વસતી ધરાવતું યુક્રેન ઠુઠવાઇ ગયું છે. આકાશમાંથી હિમવર્ષા અને રશિયન મિસાઇલોના હુમલાની બેવડી આફત યુક્રેનના નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. મિસાઇલોથી ઇમારતો પડી રહી છે.

તૂટેલા દરવાજા-બારીઓમાંથી લોહી જામી જાય એવી બર્ફીલી હવા આવી રહી છે. પારો માઇનસ બે ડિગ્રી થઇ ગયો છે અને પંદરેક દિવસમાં માઇનસ વીસ ડિગ્રી થઇ જશે. હુમલાના કારણે પાણીની પાઇપલાઇનો તૂટી ગઇ છે, જેથી લોકો હેન્ડપંપથી પાણી ભેગું કરી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી જમા કરવાના વાસણો પણ નથી, એટલે બાથ ટબમાં પીવાનું પાણી જમા કરાઇ રહ્યું છે. 25 લાખની વસતી ધરાવતી રાજધાની કીવમાં 20% અને યુક્રેનના તો 50% વિસ્તારમાં વીજ પુરવઠો પણ નથી.

ઘરોમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ ઠપ છે. લોકો પાસે રજાઇ-કામળા પણ નથી, એટલે મહિલાઓ-બાળકો કારમાં રાત વીતાવે છે. વળી, અહીં યુરોપથી આવતી પાણીની બોટલોના ભાવ પાંચ ગણા વધી ગયા છે. જોકે, હાલ ભોજનની અછત નથી, પરંતુ ફૂડ માર્ટ બંધ થઇ ગયા છે. નાના સ્ટોરમાંથી લોકોને સામાન મળી જાય છે. અનેક લોકોએ નોન-વેજ ભોજન સ્ટોર કર્યું છે, જે શિયાળામાં ઝડપથી ખરાબ પણ નથી થતું.

ઘરોનું રિપેરિંગ કરનારા કારીગરો પણ નથી | યુક્રેનમાં રશિયન હુમલાથી નુકસાનગ્રસ્ત અનેક ઇમારતોનું હંગામી ધોરણે રિપેરિંગ પણ થઈ શકતું નથી. તેનું કારણ એ છે કે, દોઢ કરોડ લોકો હિજરત કરી ચૂક્યા છે, જેમાં મોટા ભાગના લોકો વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા કારીગરો હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow