જેમની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હશે તેમણે કરાવવું પડશે આવું કામ, UIDAIનો મોટો નિર્ણય

જેમની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હશે તેમણે કરાવવું પડશે આવું કામ, UIDAIનો મોટો નિર્ણય

આધાર કાર્ડ ઈસ્યુ કરનાર સરકારી સંસ્થા UIDAIએ એક મોટું અપડેટ આપતાં એવું જણાવ્યું છે કે જે લોકોની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હોય તેમણે દસ્તાવેજો આપીને આધારની માહિતી અપડેટ કરાવી લેવી પડશે.

આધારની માહિતી અપડેટ કરવી પડશે
UIDAIએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આધાર ધારકો માય વેબ પોર્ટલ પર આધારભૂત દસ્તાવેજો (ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો) ઓનલાઈન અપડેટ કરી શકે છે. આ સિવાય જો તેઓ ઇચ્છે તો આધાર સેન્ટર પર જઇને ઓફલાઇન પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જે રહેવાસીઓએ 10 વર્ષ પહેલાં તેમના આધારનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે પછી તેમણે ક્યારેય પણ આધાર અપડેટ કરાવ્યું નથી તેમણે તેમના દસ્તાવેજોને અપડેટ કરવા જોઈએ.

આધાર અપડેટ કરાવી લેવાથી વધારે સારી મળી રહે છે
UIDAIનું કહેવું છે કે ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેવાથી જીવન ધોરણમાં સુધારો, સારી સેવા મળી રહે છે અને વધારે સારી રીતે સત્યતા સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આધાર ઓથોરિટી હંમેશા લોકોને તેમનું કાર્ડ અપડેટ કરાવી લેવાનું કહેતી હોય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow