થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરની રાજેશ્રી ટોકીઝમાં સૈયારા મુવી જોવા ગયેલા બે યુવાનો બિયરના ટીન સાથે ઝડપાયા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનાએ 'શું અહીં મૂવી જોતાં જોતાં બિયર પીવાની છૂટ આપવામાં આવતી હશે?' જેવા ગંભીર સવાલો ઉભા કર્યા છે.

જો કે, આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એ-ડિવિઝન પોલીસે એક જ આરોપીનું બતાવ્યું અને ઝડપેલા યુવાનનું લોકેશન પણ રાજેશ્રી ટોકીઝની અંદરને બદલે બહાર બતાવતા અનેક શંકાઓ ઉભી થઈ છે.

રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લોધિકાના ખીરસરા ગામના ધવલ ખીમજી સાગઠીયાને ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી ટોકીઝની પાસે રોડ ઉપરથી રૂ. 200ની કિંમતના ઇંગ્લિશ દારૂ બિયર ટીન 1 સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ યુવાન પાસ-પરમિટ વગર દારૂ સાથે ઝડપાઈ જતા પ્રોહિબિશન કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Read more

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુ

By Gujaratnow
UP- બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ, 2ના મોત

UP- બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ, 2ના મોત

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા

By Gujaratnow