Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
makar sankranti

આ વર્ષેની મકર સંક્રાંતિ છે ખાસ, 14 જાન્યુઆરીના પર એક કે બે નહીં પણ બની રહ્યા છે ત્રણ ખાસ સંયોગ

Gujaratnow2 min read
આ વર્ષેની મકર સંક્રાંતિ છે ખાસ, 14 જાન્યુઆરીના પર એક કે બે નહીં પણ બની રહ્યા છે ત્રણ ખાસ સંયોગ

નવા વર્ષની શરૂઆત પછી મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર આવવા જઈ રહ્યો છે. આપણએ બધા જાણીએ છીએ કે મકરસંક્રાંતિ ભગવાન સૂર્ય દેવ સાથે સંબંધિત છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે પણ જે દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં આવે છે તે દિવસે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે સૂર્ય 14 જાન્યુઆરીની રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરશે.

મકરસંક્રાંતિનો તહેવાર આખા ભારત દેશમાં ઉજવાય છે અને આસામમાં તેને બિહુ અને દક્ષિણમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ઘણી રીતે ખાસ રહેવાનો છે કારણ કે આ વર્ષે મકરસંક્રાંતિ પર એક નહીં પણ ત્રણ વિશેષ યોગો બનશે. ચાલો જાણીએ કે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર કેવી રીતે ખાસ બનશે.  

મકરસંક્રાંતિ પર બનશે આ ત્રણ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે 2023 માં મકરસંક્રાંતિ પર રોહિણી નક્ષત્રનો વિશેષ સંયોગ બની રહ્યો છે અને એ દિવસે રોહિણી નક્ષત્ર સાંજે 8.18 સુધી રહેશે. જણાવી દઈએ કે રોહિણી નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને એ સાથે જ મકરસંક્રાંતિના દિવસે આનંદાદિ અને બ્રહ્મયોગનો પણ શુભ સંયોગ થવાનો છે.

શું છે આનંદાદિ અને બ્રહ્મ યોગ
જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ યોગ કોઈપણ કાર્ય માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કોઈપણ કાર્ય શરૂ કરવાથી સફળતા મળે છે અને બીજી બાજુ આનંદાદિ યોગમાં પૂજા-પાઠમાં કરવામાં આવેલ કાર્યથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ યોગમાં કરવામાં આવતાં કાર્યોમાં કોઈ અડચણ આવતી નથી.

મકરસંક્રાંતિ 2023 પર ગ્રહોનો યોગ
આ વર્ષે મકરસંક્રાંતિ 2023 પર સૂર્યની સાથે ચંદ્ર, શનિ, બુધ અને ગુરુ પણ મકર રાશિમાં રહેશે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિની તિથિ આ કારણથી ખૂબ જ શુભ રહેશે, જેમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી શુભ ફળ મળશે.

Gujaratnow2 min read

Related News