આ દિગ્ગજ કંપની મફતમાં આપી રહી છે VIP નંબર,ઘરે બેઠા જ કરી શકો છો અરજી
'9999' સિરીઝનો નંબર જોઈને યૂઝર્સ ઘણીવાર વિચારે છે કે તેમની પાસે પણ આવો નંબર હોવો જોઈએ. તમારી માંગને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ કંપની Vodafone Idea એટલે કે Vi યુઝર્સ માટે VIP નંબર ઓફર કરી રહ્યું છે. તમે પોસ્ટપેડ અથવા પ્રીપેડ ફેન્સી નંબરો વચ્ચે પસંદ કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે કંપની આ ફેન્સી નંબર ફ્રીમાં આપી રહી છે.
.jpg)
Vi VIP સિમ નંબર
જો તમે વોડાફોનનો VIP નંબર ખરીદવા માંગો છો, તો ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેસીને આરામથી ફેન્સી નંબર ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ માટે તમારે વોડાફોન આઈડિયાની વેબસાઈટ પર જવું પડશે. યુઝર્સે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક નંબર મફત નથી. કેટલાક ફેન્સી નંબર માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે.

આ પ્રોસેસ કરો ફોલો
જો તમે Viનું નવું VIP સિમ કાર્ડ ખરીદવા માંગતા હો, તો અહીં દર્શાવેલ પ્રોસેસને ફોલો કરો. ફેન્સી સિમ ખરીદવા માટે Viની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. અહીં New Connection વિકલ્પ પર ક્લિક કરો. આ પછી અહીં ઘણા વિકલ્પો ઉપલબ્ધ થશે જેમાંથી Fancy Number પસંદ કરો.

જો તમે પોસ્ટપેડ નંબર લેવા માંગતા હો, તો પોસ્ટપેડ વિકલ્પ પસંદ કરો. આ સિવાય પ્રીપેડ સિમ માટે પ્રીપેડ વિકલ્પ પસંદ કરો. હવે તમારે તમારા વિસ્તારનો પિનકોડ નાખવો પડશે. આ પછી હાલનો મોબાઇલ નંબર એડ કરીને આગળના વિકલ્પમાં પસંદગીનો નંબર એડ કરો. જો તે નંબર હાજર હોય તો તમે આગળ વધી શકો છો. જો આમ નહીં થાય તો વેબસાઈટ પર અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હશે.

બે પ્રકારના VIP ફેન્સી નંબર
અહીં ફ્રી અને પ્રીમિયમ એમ બે પ્રકારના વીઆઈપી ફેન્સી નંબર ઉપલબ્ધ હશે. પસંદગીનો નંબર સિલેક્ટ કરીને ઈમેલ આઈડી દાખલ કરો. આ પછી તમે ઓનલાઈન ઓર્ડર પૂરો કરી શકો છો.

ધ્યાનમાં રાખો કે પસંદ કરેલા મોબાઇલ નંબર પર મિનિમન રિચાર્જ કરાવવું જરૂરી છે. જો તમે 299 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો આ ફેન્સી નંબર ફ્રીમાં ઉપલબ્ધ થશે. આ પછી કંપની નવા સિમ કાર્ડને તમારા ઘરે પહોંચાડશે.