ડાયાબિટીસના લોકો માટે વરદાનરૂપ છે આ શાકભાજી, ટ્રાઇ કરશો તો બ્લડ સુગર આવી જશે કંટ્રોલમાં

ડાયાબિટીસના લોકો માટે વરદાનરૂપ છે આ શાકભાજી, ટ્રાઇ કરશો તો બ્લડ સુગર આવી જશે કંટ્રોલમાં

કરોડો લોકો ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. લગભગ તમામ ઉંમરના લોકો આ બિમારીથી પરેશાન છે. આ બિમારીમાં બ્લડ શુગર વધી જાય છે તથા શરીરના અન્ય અંગો પર પણ અસર થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર નિયંત્રિત રાખવા માટે ખાવા પીવાની વસ્તુઓથી લઈને પોતાની લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક ઘરેલાં નુસ્ખા અપનાવીને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. અમે તમને અહીંયા એક એવી વસ્તુ વિશે જાણકારી આપીશું, જે તમામ રસોડામાં હશે જેનાથી ડાયાબિટીસ નિયંત્રિત રાખી શકાય છે. આ શાકભાજીનું યોગ્ય પ્રકારે સેવન કરવાનું રહેશે.

બ્રિટિશ વેબસાઈટ એક્સપ્રેસ રિપોર્ટ અનુસાર અમેરિકાના સૈન ડિએગોમાં એન્ડોક્રાઇન સોસાયટીની વાર્ષિક બેઠક થઈ હતી. જેમાં અનેક રિસર્ચર્સે પોતાના રિસર્ચ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓ માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. જેનાથી બ્લડ શુગર લેવલ મહદ્અંશે નિયંત્રિત કરી શકાય છે. રિસર્ચર્સ જણાવે છે કે, ડુંગળી ચમત્કારિક તરીકે કાર્ય કરી શકે છે, જેનાથી આડઅસર પણ થતી નથી.

ડુંગળીથી બ્લડ શુગર રહેશે નિયંત્રિત

રિસર્ચર્સ જણાવી રહ્યા છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ. દરરોજ ડુંગળીના રસનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગર 50% સુધી ઓછું કરી શકાય છે. સૌથી પહેલા આ રિસર્ચ ઉંદર પર કરવામાં આવ્યું હતું. સ્ટડી દરમિયાન ડાયાબિટીસગ્રસ્ત ઉંદરોને 200, 400 અને 600 મિલીગ્રામ ડુંગળીનો રસ આપવામાં આવ્યો હતો. જેનાથી ઉંદરના બ્લડ શુગરમાં 35 થી 40% નો ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાંત ઉંદરોનું વજન પણ વધ્યું નહોતું. જેથી કહી શકાય કે, બ્લડ શુગરની સાથે સાથે વજન પણ નિયંત્રિત થઈ શકે છે.

શરીર માટે ફાયદાકારક છે ડુંગળી

આરોગ્યની દ્રષ્ટિએ ડુંગળીને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો રહેલા છે. ગરમીમાં ડુંગળીનું સેવન કરવાથી લૂ સામે બચી શકાય છે. ડુંગળીના રસનું સેવન કરવાથી શરીરમાં જે પણ કોલસ્ટ્રોલ જમા થયો હોય છે તે ઓછો કરી શકાય છે. ડુંગળી હૃદયની સાથે સાથે હાડકાં માટે પણ ખૂબ જ લાભકારી છે. ડુંગળીનું સેવન કરવાથી પાચનક્રિયા પણ યોગ્ય પ્રકારે થાય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow