મોરપંખ સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાય કરશે નેગેટિવિટી દૂર, આર્થિક સ્થિતિમાં પણ આવશે સુધાર

મોરપંખ સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાય કરશે નેગેટિવિટી દૂર, આર્થિક સ્થિતિમાં પણ આવશે સુધાર

ઘરની સજાવટ કરતી વખતે અથવા અન્ય કોઈ ઉપાય માટે લોકો મોટાભાગે ઘરોમાં મોર પીંછા મૂકે છે. હિંદુ ધર્મમાં મોરના પીંછાને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણને મોરપંખ ખૂબ જ પસંદ હતું. તેથી જ તેઓ હંમેશા તેને પોતાના માથા પર પહેરતા હતા. મોરના પીંછા માત્ર શ્રી કૃષ્ણને જ નહીં પરંતુ ગણેશ, કાર્તિકેય, માતા સરસ્વતી, ઈન્દ્રદેવને ખૂબ પ્રીય છે.

બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પીંછાનું બીજુ પણ ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે મોર પંખ વાળા લોકોના ઘરમાં ક્યારેય નકારાત્મકતા નથી રહેતી. તો આવો જાણીએ મોરના પીંછાથી સંબંધિત કેટલાક સરળ અને ચમત્કારી વાસ્તુ ઉપાય વિશે જેને અનુસરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ રહે છે.  

ઘરના મુખ્ય દરવાજા પર લગાવો મોરપંખ
જો તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા કે કોઈ ખરાબ શક્તિ છે તો વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની આસપાસ મોરના પીંછા લગાવો.  

એવું માનવામાં આવે છે કે તેના શુભ પ્રભાવથી ઘરની અંદર કોઈ અશુભ શક્તિ પ્રવેશ કરી શકતી નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે.

મંદિરમાં રાખો મોરપંખ
જેમ ભગવાન શ્રી કૃષ્ણને મોર પંખ ખૂબ જ પ્રિય છે, તેવી જ રીતે માતા લક્ષ્મીને પણ તે ખૂબ જ પ્રિય છે.  

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં મોર પંખ રાખીને તેની રોજ પૂજા કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારૂ ધન ભંડાર હંમેશા ભરેલુ રહે છે.  

બેડરૂમમાં રાખો મોર પંખ
દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે મોર પંખ પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમને અથવા તમારા જીવનસાથીને કોઈની ખરાબ નજર લાગી હોય તો મોરના પીંછાથી સંબંધિત જ્યોતિષીય ઉપાય અવશ્ય કરો. આ માટે તમારા બેડરૂમમાં મોર પંખ અને વાંસળીને સાથે રાખો. માનવામાં આવે છે કે આનાથી ચમત્કારિક ફેરફારો જોવા મળશે.

કેશ બોક્સમાં મુકો મોર પંખ
જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નથી થઈ રહ્યો તો કેશ બોક્સને ઘરની દક્ષિણ દિશામાં રાખો અને તેમાં મોરનું પીંછું રાખો. વાસ્તુ અનુસાર આનાથી તમને ખૂબ જ ફાયદાકારક પરિણામ મળશે.  

બાળકને પહેરાવો મોર પંખની તાવીજ
જો તમારા ઘરમાં કોઈ નાના બાળકને વારંવાર નજર લાગે છે તો તેનાથી બચાવવા માટે તમે એક મોર પંખને ચાંદીના તાવીજમાં મુકી તેને પહેરાવો. એવું માનવામાં આવે છે કે આના કારણે બાળકને ક્યારેય નજર દોષ નહીં લાગે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow