90ના દાયકાની આ ટોપ એક્ટ્રેસ આજે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર, લગ્નનાં 19 વર્ષે પણ નથી બાળક, જણાવ્યું કારણ

90ના દાયકાની આ ટોપ એક્ટ્રેસ આજે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર, લગ્નનાં 19 વર્ષે પણ નથી બાળક, જણાવ્યું કારણ

અભિનેતા અક્ષય કુમાર સાથે 'ખિલાડી', 'બારૂદ', 'વક્ત હમારા હૈ', 'દિલ કી બાઝી' જેવી ફિલ્મોમાં કામ કરનાર આયેશા ઝુલ્કા 90ના દાયકાની ટોપ એક્ટ્રેસ હતી. એ સમયમાં દરેક મોટા અભિનેતા અને ફિલ્મ નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગતા હતા.  

અક્ષય કુમાર સિવાય આમિર ખાન, અજય દેવગન સહિત ઘણા સેલેબ્સે પણ તેની સાથે કામ કર્યું હતું. તે ખૂબ જ વ્યસ્ત અભિનેત્રી રહી હતી. પરંતુ બદલાતા સમયની સાથે તેની લોકપ્રિયતા પણ ઘટાડો થવા લાગ્યો. તેણે કન્નડ, તેલુગુ, બંગાળી અને ઉડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ તેને પહેલા જેવી સફળતા મળી નહી. વર્ષ 2003માં તેણે સમીર વશી સાથે લગ્ન કરી લીધા હતા.  

આયેશા ઝુલ્કા લગ્ન બાદ થોડા વર્ષો સુધી ફિલ્મોમાં એક્ટિવ રહી હતી. વર્ષ 2006 પછી તેણે સંપૂર્ણ બ્રેક લઈ લીધો અને પોતાની ફેમિલી લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ હતી.     જો કે વર્ષ 2018માં તેણે 'જીનિયસ'માં કામ કર્યું અને 2022માં 'હુશ હશ'થી OTT ડેબ્યૂ કર્યું હતું. આયેશા વર્ષ 2017થી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. તે સતત તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.  

આયેશા ઝુલ્કા આ વર્ષે જુલાઈમાં 51 વર્ષની થઈ જશે. તેના લગ્નને 19 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ તેને કોઈ બાળકો નથી. આયેશાએ એક ઈન્ટરવ્યુમાં તેના લગ્ન અને બાળકો વિશે વાત કરી હતી. તેનું કહેવું હતું કે તે લગ્ન અને બાળકો કરવા માંગતી નહોતી તેને જીવનમાં ઘણું બધુ કરવાનું હતું પરંતુ નસીબે તેને સાથે ન આપ્યો.

લગ્ન કરવા માંગતી ન હતી આયેશા ઝુલ્કા
આયેશા ઝુલકાએ   મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, મને લાગતું હતું કે હું લગ્ન નહીં કરું,   તો હું ઘણું કરી લઈશ. કારણ કે હું ખરાબ રિલેશનશિપમાં હતી. મેં એ પણ વિચાર્યું હતું કે હું ક્યારેય લગ્ન નહીં કરું. મેં મારા આ નિર્ણય વિશે મારા માતા-પિતાને જણાવ્યું હતું.   તેઓ પણ મારા આ નિર્ણય સાથે સહમત થયા હતા. તેમણે મારા નિર્ણય પર કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.  

આયેશા ઝુલ્કાના છે 160 બાળકો!
આયેશા ઝુલ્કાએ બાળકો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. જ્યારે મેં મારા પતિને બાળકો ન કરવાની વાત કરી તો તેણે પણ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. લગ્ન પછી મે અને સમીરે ગુજરાતના 2 ગામ દતક લીધા. અમે ત્યાંના 160 બાળકોના ભોજન અને શિક્ષણનું ધ્યાન રાખીએ છીએ. હું એ બાળકોને મળવા તે ગામમાં જાઉં છું.

આયેશા ઝુલ્કા સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
આયેશા ઝુલ્કાએ આગળ કહ્યું, હું 160 બાળકોને મુંબઈ લાવી શકતી નથી. ગામને દત્તક લેવાનો નિર્ણય અમે પોતે કર્યો છે. સમીર તેના માટે તૈયાર થયા હતા. જણાવી દઈએ કે આયેશા ઝુલ્કા તેના પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છે. તે પોતાને ફિટ રાખવા માટે યોગા પણ કરે છે અને લોકોને પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અભિનેત્રી.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow