સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

તો માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી

આમ તો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને ત્યારે વાંચવામાં આવે છે, જ્યારે કોઈનુ મૃત્યુ થાય છે, પરંતુ તેમાં માનવ જીવનને લઇને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. આ વાતો પર જો અમલ કરવામાં આવે તો તે માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી.

પહેલાના જન્મોના પાપ બળી જાય છે

સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગરૂડ પુરાણ મુજબ, જે માણસ પૂરી વિધિપૂર્વક એકાદશીનુ વ્રત કરે છે તો તેને પહેલાના જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે, આ સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે મદદ પણ મળે છે.

તુલસીના પાનનુ સેવન કરો

હિન્દુ ધર્મમાં તુલસીને શુભ છોડ માનવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ પણ રહેલા હોય છે. એવામાં દરરોજ સવારે ઉઠીને તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પછી આ પાનનુ સેવન કરો. જેનાથી માણસ શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે, જે સફળતા અપાવવા માટે અત્યંત જરૂરી છે.

માણસે સ્વચ્છતાનુ ધ્યાન રાખવુ જોઈએ

ગરૂડ પુરાણ મુજબ, માં લક્ષ્મીને સાફ-સફાઈ વધુ પસંદ છે. એવામાં માણસે જીવનમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દરરોજ સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ કપડા પહેરો. જ્યાં ગંદકી છે ત્યાં માં લક્ષ્મી વાસ કરતી નથી.

નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ

ગરૂડ પુરાણ મુજબ, કોઈ પણ નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ જોઈએ. નકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવામાં આવેલુ કાર્ય અસફળ થવાની આશંકા રહે છે. તો એવા મિત્રો અથવા લોકોથી દૂર રહો જેને તમારી પ્રગતિથી ઝેર આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow