આ નુસખો પેટમાં એસિડિટી કે બળતરાને ચપટીમાં શાંત કરશે, આયુર્વેદમાં તેનું ખૂબ મહત્ત્વ

આ નુસખો પેટમાં એસિડિટી કે બળતરાને ચપટીમાં શાંત કરશે, આયુર્વેદમાં તેનું ખૂબ મહત્ત્વ

ઘણીવાર વ્યક્તિને પેટમાં એસિડિટી કે છાતીમાં બળતરા જેવું થાય પછી ક્યાંય ચેન પડતું નથી. આવા સંજોગોમાં તાત્કાલિક એસિડિટીને કંટ્રોલ કરતી દવાઓ લેવામાં આવે છે, જોકે આ દવાઓ તમને થોડા સમય પૂરતી જ રાહત આપી શકે છે, પરંતુ એક ફળ એવું છે,  

જેમાં ઔષધીય ગુણો છે, જે આમ તો તમે મસાલામાં વાપરતાં હો છો, પરંતુ આયુર્વેદમાં તેનું ખૂબ મહત્ત્વ છે. આ ફળ ગોવા અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. અહીં વાત થઇ રહી છે-કોકમની. તે જોવામાં સફરજન જેવું દેખાય છે, તેને સૂકવીને લાંબા સમયથી આપણે મસાલા તરીકે વાપરીએ છીએ.  

કોકમની તાસીર ઠંડી હોય છે. તેથી તેને પિત્તદોષ સંબંધિત બીમારીમાં ફાયદાકારક માનવામાં આવે છે. પેટમાં ગેસ, બળતરા કે એસિડિટી હોય તો કોકમ ખૂબ ફાયદાકારક છે. કોકમમાં આવશ્યક વિટામિન, જેમ કે વિટામિન-એ, વિટામિન-બી3, વિટામિન-સી અને ખનીજતત્ત્વો જેમ કે કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર પ્રમાણમાં હોય છે,  

તેમાં સારી એવી માત્રામાં ફોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ, એસિટિક એસિડ, હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ અને ફાઇબર હોય છે. આ ફળનો ઉપયોગ વેઇટ લોસ, હાર્ટ ડિસીઝ જેવા હેલ્થ પ્રોબ્લેમથી બચવા માટે કરવામાં આવે છે, જાણો કોકમના કેટલાક ફાયદા.

પાચન માટે:
સૂકાં કોકમ એસિડ રિફ્લેક્સ અને તેનાં કેટલાંક લક્ષણો, જેમ કે હાર્ટબર્નને શાંત કરવા અને પાચનમાં સુધાર માટે પણ જાણીતાં છે. કેટલાંય વર્ષોથી કોકમનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ માટે થાય છે. તે એસિડિટીના લીધે પેટમાં થતી બળતરાને ઘટાડે છે.

વેઇટ લોસ માટે:
કોકમમાં હાઇડ્રોક્સીસાઇ‌િટ્રક એસિડ હોય છે. તે ભૂખને ઘટાડવાનું કામ કરે છે. તે વેઇટ લોસ જર્નીને સરળ બનાવે છે. આ સાથે તે કાર્બોહાઇડ્રેટને ફેટમાં બદલવાની પ્રક્રિયાને પણ નિયંત્રિત કરે છે, તેનાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ બનવાનું જોખમ પણ ઘટે છે.
હાર્ટ ડિસીઝથી બચાવે:
ફાઇબરથી ભરપૂર હોવાના કારણે કોકમ હાર્ટ માટે પણ ફાયદાકારક છે. તે એક શક્તિશાળી એ‌િન્ટઓક્સિડન્ટ છે, સાથે-સાથે તેમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ જેવાં ખનીજોની ઉપસ્થિતિના લીધે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, જે મોટા ભાગે હાર્ટ ડિસીઝનું કારણ બને છે.

કેન્સર માટે ફાયદાકારક:
આ ફળના સેવનથી કેન્સર થવાનો ખતરો ઘટે છે, તેમાં એ‌િન્ટ ઓક્સિડન્ટની સાથે એ‌િન્ટકાર્સિનોજેનિક ગુણો હોય છે. જે ફ્રી રેડિકલ્સને સાફ કરીને બોડી સેલ્સના અસામાન્ય વિકાસને રોકે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક:
કોકમમાં એ‌િન્ટડાયાબિ‌િટક ગુણ હોય છે. તે બોડીમાં ઇન્સ્યુલિનના સ્તરને વધારીને લોહીમાં રહેલી વધારાની શુગરને ઘટાડે છે. આવા સંજોગોમાં તે ડાયાબિટીસના સેવનમાં પણ ફાયદાકારક છે. કોકમ મગજમાં સેરોટોનિનના સ્તરને વધારે છે. તેથી ચિંતા અને સ્ટ્રેસ પણ ઘટે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow