શરીરનું 'સુરક્ષા કવચ' માનવામાં આવે છે આ અંગ, જીવનભર બીમારીથી દૂર રહેવા આ રીતે રાખો ધ્યાન

શરીરનું 'સુરક્ષા કવચ' માનવામાં આવે છે આ અંગ, જીવનભર બીમારીથી દૂર રહેવા આ રીતે રાખો ધ્યાન

જો તમને પુછવામાં આવે કે શરીરનું કયુ કયુ અંગ આપણને બીમારીઓમાંથી બચાવે છે તો કદાચ તમને ખબર નહીં હોય. આપણે મોટાભાગે સાંભળ્યું છે કે શરીરની ઈમ્યુન સિસ્ટમ આપણા શરીરનું કવચ છે. જે બીમારીઓથી લડે છે. ઈમ્યુન સિસ્ટનમને મજબૂત કરવામાં શરીરના દરેક અંગોનું યોગદાન હોય છે. પરંતુ એક એવું ઓર્ગન પણ છે. જે ઈમ્યુન સિસ્ટમમાં જીવ આપવાનું કામ કરે છે.

આ અંગ એન્ટીબોડી બનાવીને ઈન્ફેક્શનથી બચાવે છે. આ ઓર્ગનને સ્પ્લીન કહેવામાં આવે છે. આપણે તેને બરોળ કહીએ છીએ. જો તમે બરોળને હેલ્ધી રાખશો તો લાઈફ સાઈમ તમારૂ ઈમ્યુન સિસ્ટમ મજબૂત રહી શકે છે અને તમે નિરોગી જીવન જીવી શકો છો.

શું કામ કરે છે બરોળ?
દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ.અનિલ બંસલે જણાવ્યું કે બોડીને બીમારીઓથી બચાવવામાં બરોળનું મહત્વનું યોગદાન હોય છે. આ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. આ ઓર્ગન આપણી કિડનીમાંથી ઉપર લેફ્ટ સાઈડ હોય છે. તેનું મુખ્ય કામ બ્લડ ફિલ્ટર કરવાનું છે. વ્હાઈટ બ્લડ સેલ્સનું નિર્માણ કરવું એન્ટીબોડી બનાવવાનું હોય છે.

આ આપણા લિમ્ફેટિક સિસ્ટમને કંટ્રોલ કરી શકે છે અને ઈમ્યુન સિસ્ટમને મજબૂતી આપે છે. તેને નેચરલ એન્ટીબાયોટિક માનવામાં આવે છે. કારણ કે તે આપણને ઈન્ફેક્શનથી બચાવે છે. બરોળ બ્લડને ફિલ્ટર કરીને સ્ટોર પણ કરે છે અને શરીરની ફંક્શનિંગને યોગ્ય રીતે બનાવી રાખવામાં ખૂબ જ કારગર છે.

બરોળમાં પણ હોઈ શકે છે ઈન્ફેક્શન
ડૉ. અનિલ બંસલ કહે છે કે આમ તો બરોળ આપણા શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે પરંતુ ઘણી વખત બરોળમાં ઈન્ફેક્શન થઈ જાય છે. આવી કંડીશનમાં તેના પર સોજો આવી જાય છે અને હેલ્થ બગડી શકે છે.

મોટાભાગે તમને કિડનીની ઉપર લેફ્ટ સાઈડમાં દુખાવો, સોજો મહેસૂસ થાય અથવા સતત તાવ આવે તો તે બરોળમાં મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે. એવામાં તમે બને તેટલું જલ્દી ફિઝીશિયનને મળીને તપાસ કરાવો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow