ભાડુઆતની આ એક ભૂલ તમને ખવડાવી શકે છે જેલની હવા! આજે જ જાણી લો ઘર ભાડે આપવાના આ નિયમ

ભાડુઆતની આ એક ભૂલ તમને ખવડાવી શકે છે જેલની હવા! આજે જ જાણી લો ઘર ભાડે આપવાના આ નિયમ

કોરોના પૂરું થયા પછી હવે ઓફિસ ખૂલવા લાગ્યા છે અને એ કારણે મકાન અને ફ્લેટ્સની ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જો કે મકાન ભાડે આપતા સમયે ભાડુઆત વિશે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે ભાડુઆતના કારણે ઘણા કિસ્સામાં મકાન માલિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

મકાનમાલિક સામે કાર્યવાહી
વકીલ અનુસાર જો ભાડુઆત ઘરમાં કોઈ ગેરકાયદેસર કામ કરશે તો તપાસ બાદ પોલીસ ભાડૂઆત સામે જ કાયદેસરની કાર્યવાહી કરશે. જો કે બધા માટે એક જ નિયમ છે. એ અનુસાર જો જરૂર પડી તો મકાનમાલિકે એ તપાસમાં પોલીસનો સંપૂર્ણ સહકાર આપવો પડશે. જો કે ખાસ ધ્યામાં રાખવાનું રહ્યું કે તપાસ દરમિયાન જો મકાનમાલિક પોલીસને ગેરમાર્ગે દોરશે અથવા તો ભાડુઆત સાથે મીલીભગત કરશે તો મકાનમાલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોડેલ ટેનન્સી એક્ટ
જણાવી દઈએ કે વર્ષ 2021 માં આ મોડેલ ટેનન્સી એક્ટ 2021 લાગુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલના જણાવ્યા અનુસાર મોડલ ટેનન્સી એક્ટ 2021ની કલમ 21 અને 22 મુજબ,  ભાડુઆતને ઘરમાંથી કાઢી મૂકવા માટે કે ઘર ખાલી કરવા ઉપરાંત મિલકતના કબજાની વસૂલાત માટેની અરજી રેન્ટ કોર્ટમાં દાખલ કરવી પડશે.

લેખિત કરાર હોવો જરૂરી
આ સિવાય મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે લેખિત કરાર હોવો જરૂરી છે. એ લેખિત કરારમાં ભાડુઆત કેટલા સમય સુધી રહેશે, તેનું ભાડું કેટલું હશે અને સિક્યોરિટી મની વગેરેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ દર વર્ષે ભાડા વધારાની ટકાવારી પણ લખવી જરૂરી છે. ભાડા કરાર નિશ્ચિત સમયગાળા માટે જ માન્ય રહેશે. નિયત સમયગાળો પૂરો થયા પછી, જો મકાનમાલિક ભાડુઆતને હજુ રાખવા માંગે છે, તો તેને ફરી વાર નવો કરાર કરવો પડશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow