શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

શિયાળાની સિઝનમાં દરરોજ નારંગી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જેમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને મજબૂત કરે છે. ઘુલનશીલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે, જેને કારણે તમને વારંવાર ભૂખ લાગતી નથી અને તમારો વજન પણ કાબુમાં રહે છે. જેના કારણે શરીરમાં કેલેરીની માત્રા ઓછી રહે છે.

નારંગીનુ સેવન કરવાથી પથરી થતી નથી

નારંગીનુ સેવન કિડની સ્ટોન થવાની શક્યતાને ઓછુ કરે છે. પેશાબમાં સાઇટ્રેટની કમી થવાથી કિડની સ્ટોન થઇ શકે છે. સાઇટ્રેટ એક સાઇટ્રીક એસિડ હોય  છે, જે સામાન્ય રીતે નારંગી જેવા ખાટ્ટા ફળોમાં હોય છે. નાની પથરીવાળા દર્દીઓને સામાન્ય રીતે એક ગ્લાસ નારંગીનુ જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ પેશાબમાં સાઇટ્રેટના સ્તરને વધારે છે, જેનાથી પથરી બનવાની શક્યતા ઓછી થાય છે.

નારંગી સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે

ખાટ્ટા ફળ ખાસ કરીને નારંગી સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે. એવુ માનવામાં આવે છે કે નારંગીમાં રહેલ ફ્લેવોનોઈડ્સ હાર્ટની બિમારીઓ વધતા રોકે છે. આ સાથે આ બ્લડ સેલ્સના ફંક્શનને પણ શુદ્ધ કરે છે. નારંગી તમારા હેલ્થ માટે તો સારી છે, પરંતુ આ તમારી સ્કિનને પણ સારી રાખે છે. આ ખીલ, કાળા ધબ્બાને દૂર કરે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow