કબજિયાતથી લઇને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવશે આ 'જીરા વોટર', જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

કબજિયાતથી લઇને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવશે આ 'જીરા વોટર', જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

જીરું આપણા ભારતીય જમવામાં ઉપયોગમાં લેવાતો એક જૂનો મસાલો છે. વઘારમાં જીરું આવે તો વાનગીની મજા બેવડાઈ જાય છે. આ જીરું માત્ર જમવાના સ્વાદને નથી વધારતું, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. દરેક લોકોના રસોડામાં જીરું સરળતાથી મળી રહે છે. જીરું આપણા આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જીરુંનો વઘાર જે શાકમાં કરવામાં આવે છે એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. જીરુંની સુગંધ પણ બહુ મસ્ત આવે છે.

રોજ સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાની સલાહ
જો તમે જીરાનું સેવન દરરોજ કરો છો તો પેટને લગતી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. આ માટે જરૂરી છે કે જીરાનું યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે સેવન કરવું તો તમે પણ જાણો કે જીરું સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરે છે. જીરામાં રહેલાં એન્ટિઓક્સિડેન્ટ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે અને ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે. ટોચના ડાયટિશિયન રોજ સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાની સલાહ આપે છે. છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીઝ જીરા વોટરના ફાયદાનો વીડિયો શેર કરે છે. જીરા વોટર કેવી રીતે બનાવવું અને તેનાથી કયા ફાયદા થાય તે જાણો.

જીરા વોટર બનાવવાની રીત સમજી લો
રાતે એક ચમચી જીરુંને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી દો. સવારે ઊઠીને આ પાણી ગાળીને પી લો. જો રાતે તમે જીરું પલાળવાનું ભૂલી ગયાં હો તો સવારે પણ તમે જીરા વોટર બનાવી શકો છો. આ માટે એક ચમચી જીરુંને ગરમ પાણીમાં નાખી દો અને તેને પાંચ-દસ મિનિટ સુધી ઉકાળો. હવે તેને અડધા કલાક ઠંડું થવા છોડી દો. તેને ગાળીને ધીમે ધીમે પીઓ. એ વાતનું ધ્યાન રાખો કે આ પાણી ખાલી પેટે જ પીઓ. તમે તેમાં સ્વાદ મુજબ લીંબુનો રસ કે મધ મિક્સ કરી શકો છો.

જીરા વોટરના આ જોરદાર ફાયદા જાણોઃ
- જીરા વોટર નિયમિત પીવાથી વજન ઘટશે, સાથે-સાથે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળશે. જો તમે રોજ જીરાનું પાણી પીઓ છો તો વર્ષોજૂની કબ‌િજયાતની સમસ્યામાંથી પણ તમને રાહત મળે છે. આ માટે તમે રોજ રાતે એક ગ્લાસમાં એક ચમચી જીરું નાખો અને પછી તેમાં પાણી ઉમેરો. ત્યાર બાદ આ પાણી સવારમાં પી લો. આ પાણી તમારે આખી રાત મૂકી રાખવું અને સવારમાં તે પી લેવું.  


- સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાથી એસિડિટી, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો, ગેસ જેવી હઠીલી પરેશાનીઓથી પણ છુટકારો મળે છે.
- રોજ જીરું અને તજનું પાણી પીવાથી ત્વચા ગ્લોઇંગ બનશે. આ ઉપરાંત ત્વચા પર પડી રહેલી કરચલીઓ ઘટશે. જીરામાં રહેલાં તત્ત્વો તમારા ચહેરા પરના ખીલને દૂર કરવાનું કામ પણ કરે છે. જીરામાં એ‌િન્ટ-બેક્ટે‌િરયલ ગુણ હોય છે, જે ત્વચાની અનેક ગંભીર સમસ્યાઓને દૂર કરવાની તાકાત પણ ધરાવે છે.
- જીરું એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરેલું છે, તેના પાણીના સેવનથી શરદી અને તાવ દૂર રહેશે.
- જીરું ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તેથી વર્કઆઉટ કરતાં પહેલાં જીરા વોટર પીઓ, તેનાથી બોડી લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહેશે.
- પ્રેગ્નન્સી દરમિયાન ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં જીરા વોટર તે તમામ સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે.

આટલું ખાસ ધ્યાનમાં રાખો:
- જો તમે આખા દિવસમાં બે ચમચી કરતાં વધુ જીરાનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે હાનિકારક બની શકે છે.
- જીરાનું વધુ પડતું સેવન બ્લડ શુગર ઘટાડે છે
- બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ જીરા વોટરનું સેવન ન કરે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow