સંજીવની જેવુ છે આ લીલું જ્યુસ: કાપી નાંખે છે કેન્સરના મૂળિયા, શુગર અને BPમાં પણ ઉપયોગી, આજે જ પીવાનું કરો શરૂ

સંજીવની જેવુ છે આ લીલું જ્યુસ: કાપી નાંખે છે કેન્સરના મૂળિયા, શુગર અને BPમાં પણ ઉપયોગી, આજે જ પીવાનું કરો શરૂ

Wheatgrass Juice:વ્હીટગ્રાસનું નામ તો તમે ઘણી વખત સાંભળ્યુ હશે. આ કોઇ શાક કે ફળ નથી, જે તમને સરળતાથી દેખાઇ જશે. વ્હીટગ્રાસ ઘઉંના છોડની તાજી અંકુરિત પાનને કહેવામાં આવે છે. આ દેખાવમાં સામાન્ય ઘાસ લાગે છે તેથી તેને ઘાસ પણ કહેવામાં આવે છે. પરંતુ તેના પોષક તત્વો અને ફાયદો કોઇ ઐષધિય જડીબુટ્ટીથી ઓછો નથી.

હાલના સમયમાં વ્હીટગ્રાસ ખૂબ જ જાણીતુ છે કારણ કે આ બીમારીઓને રોકવા, મેટાબોલિક એનર્જી વધારવા, કેન્સર કોશિકાઓને ખત્મ કરવા, વજન ઘટાડવા, બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સારવારના ક્ષેત્રમાં ઘણા બધા સ્વાસ્થ્ય લાભ જણાવવામાં આવ્યા છે.

કેન્સરના ગંભીર રોગમાં આ ઘાસનું જ્યુસ બનશે જડીબુટ્ટી, 3 દિવસમાં 65% જીવલેણ  કોષનો કરશે સફાયો | wheatgrass juice reduce cancer cells by 65 in just 3 days

કેન્સર એક ખતરનાક અને જીવલેણ બીમારી છે. વ્હીટગ્રાસમાં કેન્સરની કોશિકાઓને રોકવા અને ઓછા કરવાની ક્ષમતા હોય છે. તો આવો જાણીએ વ્હીટગ્રાસના ઉપયોગથી કેન્સરથી કેવી રીતે બચી શકાય અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

વ્હીટગ્રાસ શું છે અને તેના ગુણ ક્યા છે?
વ્હીટગ્રાસ ઘઉંના છોડની તાજી અંકુરિત પાનને કહેવામાં આવે છે.તેમાં ગ્લૂટેથિઓન, વિટામિન સી અને વિટામિન ઇ જેવા એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે. ક્લોરોફિલની માત્રા વધારે હોવાના કારણે તેને ગ્રીન બ્લડ એટલે કે લીલુ લોહી પણ કહેવામાં આવે છે. આ હિમોગ્લોબિન જેવુ જ કામ કરે છે અને શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજનને સપ્લાય સારી રીતે કરે છે.

વ્હીટગ્રાસના પોષક તત્વો
વ્હીટગ્રાસમાં વિટામિન, મિનરલ્સ, અમીનો એસિડ અને જરુરી એજાઇમ સામેલ છે. આ જ કારણ છે કે આ એન્ટીકેન્સરના રુપમાં ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને એમિનો એસિડ ભરેલા હોય છે.

ઘઉંના જ્વારાના ફાયદા જાણો, ડૉક્ટરની દવાઓ પણ આ જાદુઇ રસ સામે ફેલ | benefits  of wheat grass jowar juice

ઓરલ કેન્સર સેલ્સને ઓછા કરે છે
એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે, વ્હીટગ્રાસનો જ્યૂસ પીવાથી મોંઢાના કેન્સર માટેની જવાબદાર કોશિકાઓ 41% સુધી ઓછી થઇ જાય છે.

બ્લડ કેન્સરને કરી શકે છે અડધુ
એક ટેસ્ટ-ટ્યૂબ રિસર્ચમાં જાણવા મળ્યું કે, વ્હીટગ્રાસનો જ્યૂસ પીવાથી ત્રણ દિવસની અંદર લ્યૂકેમિયા સેલ્સ એટલે કે બ્લડ કેન્સર કોશિકાઓની સંખ્યામાં 65% સુધીનો ઘટાડો થાય છે.

વ્હીટગ્રાસ જ્યૂસના અન્ય ફાયદા
કેન્સર સેલ્સને વધતા રોકે છે અને ઓછા કરે છે. તે ઉપરાંત તમારા દાંતમાં થતા સડોને રોકે છે, હાઇ બ્લડ પ્રેશર ઓછુ કરે છે, સંધિવાના દુઃખમાં રાહત આપે છે, શરદીનો ઇલાજ કરે છે, ઉબકાની સમસ્યાને દૂર કરવા પણ મદદ કરે છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow