ડાયાબિટીસમાં રાહત પંહોચાડશે આ ફળની ચા, દરેક ચૂસકીમાં મળે છે અનેક ફાયદા

ડાયાબિટીસમાં રાહત પંહોચાડશે આ ફળની ચા, દરેક ચૂસકીમાં મળે છે અનેક ફાયદા

ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે.  પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.

આમળા એક એવું સુપર ફૂડ છે જેમાં આયર્ન, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, ફૉસ્ફરસ, ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પંહોચાડે છે. આમળાને આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે.  

આમળામાં એક એન્ટિ ડાયાબિટિક પ્રોપર્ટી મળી રહે છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. સાથે જ આમળામાં વિટામિન સી મળી રહે છે એટલા માટે એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે. આ સિવાય આમળામાં ક્રોમિયમ નામનું મિનરલ હોય છે જે ગ્લુકોજ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આમળાને ચા પીવી જોઈએ. આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી. જો કે કાચા આમળા, કે મીઠા સાથે કે પાઉડરની જેમ પીસીને કે આમળાનું જ્યુસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે.  

આમળાની ચા બનાવવાની રીત
- સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી નાખો અને ઉકાળો
- હવે તેમાં એક ચમચી આમળાનો પાઉડર નાખો અને સાથે જ ક્રશ કરેલ આદું પણ નાખો
- હવે તેમાં ફૂદીનાના પાંદડા નાખો અને થોડી મિનિટ માટે ઉકાળો
- એ પછી ચા બનાવીને કપમાં સર્વ કરો અને પી જાઓ
-તમે દિવસમાં બે વખત આવી ચા પી શકો છો

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow