આ નામચીન એક્ટ્રેસે સલમાન સાથેની એક-બે નહીં, અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી, કારણ જાણી આશ્ચર્ય થશે

આ નામચીન એક્ટ્રેસે સલમાન સાથેની એક-બે નહીં, અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી, કારણ જાણી આશ્ચર્ય થશે

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની પોપ્યુલારિટી ગજબ છે. તેના 15 વર્ષના ફિલ્મી કરિયરમાં તે દુનિયાભરમાં પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે.

આ દરમિયાન તેણે તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું અને દરેક ભુમિકામાં મોટા પડદા પર છવાઈ ગઈ. પરંતુ તેની જોડી ક્યારેય સલમાન ખાન સાથે ન બની. તેનું કારણ તમને ચોંકાવી દેશે.

ફિલ્મ પઠાનમાં જોવા મળશે દીપિકા

‌‌બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ'માં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા તે ફરી એકવાર બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન સાથે મોટા પડદા પર જોવા મળવાની છે.

સલમાન સાથે દીપિકાએ નથી કર્યું કામ

‌‌જો કે દીપિકાએ બોલિવૂડના દરેક દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી છે, પરંતુ સલમાન ખાન સાથે તેની જોડી ઘણી વખત બનતા બનતા રહી ગઈ છે

કારણ કે તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે સલમાનની ફિલ્મોમાં તે કામ કરવાનો ઈનકાર કરી ચુકી છે. તો ચાલો જાણીએ શા માટે દીપિકાએ સલમાનની ફિલ્મોમાં કામ કરવાની ના પાડી. ફિલ્મો અને તે કઈ ફિલ્મો હતી.

ખૂબ જ સુંદર બોન્ડ શેર કરે છે દીપિકા અને સલમાન

‌‌એક ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે કહ્યું હતું કે સલમાન ખાન એ પહેલો વ્યક્તિ હતો જેણે દીપિકામાં પોટેશિયલ જોયુ હતું.  

દીપિકાએ વધુમાં કહ્યું કે આ તે સમય હતો જ્યારે તે પોતે જાણતી પણ ન હતી કે તે અભિનેત્રી બનવા માંગે છે. તેનું માનવું છે કે સલમાન અને તે બન્ને એક ખૂબ જ સુંદર બોન્ડ શેર કરે છે.

દીપિકાએ ઠુકરાવી હતી ફિલ્મની ઓફર

‌‌આ ઈન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું હતું કે હું તેની સાથે કામ ન કરી શકી તે દુખદ છે. જ્યારે દીપિકા મોડલિંગમાં પોતાનું કરિયર બનાવવામાં વ્યસ્ત હતી, ત્યારે કોઈએ સલમાન ખાનને તેના કામ વિશે કહ્યું અને પછી તેણે દીપિકાને ફિલ્મની ઑફર કરી,

પરંતુ તે સમયે દીપિકા તૈયાર નહોતી. દીપિકાએ એમ પણ કહ્યું હતું કે તે અભિનેત્રી બનવા માંગતી નથી, પરંતુ માત્ર 2 વર્ષ પછી દીપિકાને 'ઓમ શાંતિ ઓમ'ની ઓફર મળી.

સલમાને આપી છે ઘણી ફિલ્મોમાં કામ કરવાની ઓફર

‌‌'ઓમ શાંતિ ઓમ'થી ડેબ્યૂ કર્યા બાદ દીપિકા પાદુકોણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને તે પછી પણ ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું હતું,  

પરંતુ સલમાનની સાથે કામ ન કરવાનું કારણ એ હતું કે જે સમયે સલમાને તેને ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી હતી. તે સમયે દીપિકા એક્ટિંગ માટે સંપૂર્ણ રીતે તૈયાર ન હતી.‌

સલમાનની ઘણી ફિલ્મોની ઓફર ઠુકરાવી છે દીપિકાએ

‌‌મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકાએ એક ફિલ્મ નહીં પરંતુ સલમાન ખાનની ઘણી ફિલ્મોના ઓફર્સ ઠુકરાવ્યા છે.  

જેમાં 'જય હો', 'કિક', 'બજરંગી ભાઈજાન' જેની ફિલ્મોનું નામ શામેલ છે. જણાવી દઈએ કે બોલિવુડના દબંગ સલમાન થાન આજે પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow